72 લાખ નોકરિયાત માટે ખુશખબર, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે

News18 Gujarati
Updated: July 8, 2020, 4:55 PM IST
72 લાખ નોકરિયાત માટે ખુશખબર, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે
સરકારનો મોટો નિર્ણય, 15,000 રૂપિયા સુધીની સેલેરીવાળાનું PF સરકાર ભરશે

કેન્દ્રીય અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટના નિર્ણયો વિશે જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Prime Minister of India)અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં 24 ટકાની ઇપીએફ મદદ ઓગસ્ટ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેન્દ્રીય અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javdekar) કેબિનેટના નિર્ણયો વિશે જાણકારી આપી હતી.

સરકારનું કહેવું છે કે આ પગલાંથી 72 લાખ નોકરિયાતોને સીધો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત જે કંપનીઓમાં 100થી કર્મચારીઓ હોય અને તેમાં 90 ટકા કર્મચારી 15 હજાર રૂપિયાથી ઓછા મહિનામાં કમાય છે. આવી કંપનીઓ અને તેમના કર્મચારીઓ તરફથી ઇપીએફમાં યોગદાન ઓગસ્ટ સુધી સરકાર કરશે.

આ પણ વાંચો - એવો બાઇક ચોર પકડાયો જે દારૂ પીવા જવા માટે બાઇક ચોરી કરતો, પેટ્રોલ પતી જાય તો બિનવારસી મૂકી દેતો

72 લાખથી વધારે કર્મચારીઓને લાભ થશે - કેબિનેટે PMGKY / Aatmanirbhar Bharat અંતર્ગ જૂનથી ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે EPF યોગદાન 24 ટકા (12% કર્મચારી શેક અને 12% કંપની શેર)ના વિસ્તારને મંજૂરી આપી છે. આની પર સરકાર કુલ 4860 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ પગલાંથી 72 લાખથી વધારે કર્મચારીઓને લાભ થશે.પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આર્ગેનાઇઝેશન કે કંપની જ્યાં 100થી ઓછા કર્મચારી છે, જેમાં 90 ટકાનો પગાર 15 હજાર રૂપિયાથી ઓછા છે તેમને સીધો ફાયદો થશે.
Published by: Ashish Goyal
First published: July 8, 2020, 4:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading