ઉનાળામાં AC-ફ્રીઝ મોંઘા થવાની શક્યતા, સરકાર વધારી શકે છે ટેક્સ

News18 Gujarati
Updated: March 18, 2019, 3:50 PM IST
ઉનાળામાં AC-ફ્રીઝ મોંઘા થવાની શક્યતા, સરકાર વધારી શકે છે ટેક્સ
ભરઉનાળે વધી શકે છે AC- ફ્રીઝના ભાવ.

સરકાર એર કન્ડિશનર , રેફ્રિઝરેટર, વૉશિંગ મશીન અને માઇક્રોવેવમાં વપરાતા રો મટિરિયલની ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની વિચારણ કરી રહી છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સરકાર એર કન્ડિશનર, રેફ્રિઝરેટર, વૉશિંગ મશીન, અને માઇક્રોવેવ ઓવનમાં વપરાતા રૉ મિટિરિયલની ડ્યૂટી ઇમ્પોર્ટ કરવાની ફિરાકમાં છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સરકારે 19 લવક્ઝરી પ્રોડક્ટયસ પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ખૂબજ વધારો કર્યો હતો. સરકારના આ નિર્ણયના પગલે ભરઉનાળે જ AC અને ફ્રીઝ મોંઘા થવાની શક્યતા છે.

વાણિજ્ય મંત્રલાય દ્વારા એસી અને રેફ્રીઝરેટ અને કંપ્રેસર અને કન્ડેસર તૈયાર કરવાની સ્ટીલ શીટ અને કૉપર ટ્યૂબ પર કસ્ટમ ડ્યૂટી વધારવાનું આયોજન કર્યું છે. સરકારે ગત વર્ષે આ ડ્યૂટીમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો. હાલમાં આ પ્રોડ્કટ્સ પર 10 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી વસુલવામાં આવે છે. જ્યારે ગત વર્ષે સરકારે રેફ્રીઝરેટર અને 10 કિલોથી ઓછી ક્ષમતા ધરાવતા વૉશિંગ મશીન પર ઇમ્પોર્ટ ડ્યૂટી બમણી કરી અને 20 ટકા કરી નાંખી હતી.

આ પણ વાંચો: હોમ-કાર લોન પર PNBની ખાસ ઓફર, આ ચાર્જમાંથી મળશે મુક્તિ!

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા સમાચાર અનુસાર સરકાર જો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારે તો મેન્યુફેક્ચર્સની સમસ્યામાં વધારો થઈ શકે છે ગત વર્ષે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાથી એસી, ફ્રીઝ, વૉશિંગ મશીન સહિતની પ્રોડક્ટસના ભાવમાં 3-5 ટકાનો વધારો થયો હતો. હવે જો ફરીથી ઇમ્પોર્ટ ડ્યૂટી વધે તો લોકલ ઉત્પાદકોએ નુકસાન સહન કરવું પડે તેવી શક્યતા છે.
First published: March 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading