Corona કાળમાં ફરી અર્થતંત્ર ગગડે તેવી દહેશત, ગરીબો માટે નવા રાહત પેકેજના સંકેતો

Corona કાળમાં ફરી અર્થતંત્ર ગગડે તેવી દહેશત, ગરીબો માટે નવા રાહત પેકેજના સંકેતો
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કેસ સતત વધતા જાય છે. જેના પરિણામે દેશમાં ફરીથી લોકડાઉનના લાગુ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ હોવાના સંકેતો મળી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાના કેસ સતત વધતા જાય છે. જેના પરિણામે દેશમાં ફરીથી લોકડાઉનના લાગુ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ હોવાના સંકેતો મળી રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધતા નાઈટ કરફ્યુની સ્થિતિ ઊભી થઈ છે. આવા સંજોગોમાં જો આર્થિક ગતિવિધિઓ બંધ રહે તો અર્થવ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી શકે.

  એક રિપોર્ટ મુજબ વર્તમાન સમયે દેશમાં મહત્વપૂર્ણ સ્થળોએ સ્થાનિક લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થાને દર અઠવાડિયે સરેરાશ 1.25 અરબ ડોલરનું નુકસાન જાય છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જ જીડીપી 1.40 ટકાથી નીચે ગઇ છે. કોરોનાના વધતા કેસના કારણે અર્થવ્યવસ્થાની રિકવરી ફરીથી લોક થઈ જાય તેવી દહેશત વચ્ચે કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ લઈ આવે તેવી શક્યતા છે.  નવા પેકેજમાં મળશે ગરીબોને રાહત

  કોરોના મહામારીની બીજી લહેરથી ગરીબોની આજીવિકા ઉપર અસર થઇ શકે છે. માટે નવા રાહત પેકેજમાં ગરીબો ઉપર સરકારનું ધ્યાન કેન્દ્રિત રહેશે તેવી માહિતી આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોએ આપી છે. ગયા વર્ષે સરકારે 26 માર્ચ અને 17 મે ના રોજ આર્થિક પ્રોત્સાહન કમ રાહત પેકેજની જાહેરાત કરી હતી. કોરોનાથી અસરગ્રસ્ત ઉદ્યોગોની ગતિવિધિ ફરીથી પાટે ચડી જાય તેવી અપેક્ષાએ આ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનું આ પેકેજ 20.97 લાખ કરોડ રૂપિયાનું હતું. આ પેકેજ જીડીપીનો દસમા ભાગ સમાન હતું.

  આ પણ વાંચો - દુનિયામાં માત્ર આ દેશમાં જ મળે છે વ્રતનું સિંધવ મીઠું, બહુ ઓછા લોકો જાણતા હશે સિંધવ મીઠાની રસપ્રદ માહિતી

  લોકડાઉનથી અર્થવ્યવસ્થાને નુકસાન

  કોરોના વાયરસના કેસ વધતા જાય છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર વ્યાપક સ્તરે લોકડાઉન લાદશે નહીં. માત્ર સ્થાનિક સ્તરે જ નિયંત્રણ લાદવામાં આવશે. સરકાર ઉદ્યોગોની કોઈપણ આવશ્યકતાને પૂરી પાડવા પ્રયાસ કરશે. નાના અને લઘુ ઉદ્યોગો પર સરકાર ખાસ ધ્યાન આપશે. સામાન્ય રીતે લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વધુ રોજગારી ઊભી થાય છે. આ એકમોમાં રસીકરણ પણ સરકાર વધુ વિસ્તૃત બનાવશે. ઉપરાંત કોરોના વાયરસને ગંભીરતાથી લેવા માટે જાગૃતિ પણ ફેલાવાશે.

  સ્પૂતનિક Vને મળી મંજૂરી

  વર્તમાન સમયે દેશમાં રસીકરણ ચાલુ જ છે. તેની સાથે રસી ઘટી હોવાની સમસ્યા પણ સામે આવી ચૂકી છે. સબ્જેક્ટ એક્સપોર્ટ કમિટી દ્વારા રશિયાની કોરોના રસી સ્પુતનિક Vને મંજૂરી અપાઇ ચૂકી છે. જો કે, અંતિમ નિર્ણયની વાટ છે. ત્યાર બાદ ઇમર્જન્સી ઉપયોગ માટે આ પ્રથમ વિદેશી રસી થઇ જશે.

  આ પણ વાંચોનાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટાટાનો માસ્ટરપ્લાન: અલીબાબા જેવું માર્કેટપ્લેસ પૂરું પડશે, આવી છે તૈયારીઓ

  કહેવું છે કે, રશિયામાં વિકાસ પામેલી કોરોના વેક્સિન સ્પૂતનિક V સુરક્ષિત છે. આ રસી કોવિશિલ્ડ જેવી છે. સાયન્સ જર્નલ ધી લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ મુજબ કોવિડ સામે સ્પુતનિક 92% સુરક્ષા આપે છે.

  કોરોના સામે 3 વેક્સિન આપશે સુરક્ષા

  સ્પૂતનીકને મંજૂરી મળી ગયા બાદ દેશમાં કોરોના સામે લડવા કુલ 3 રસી થઈ ગઇ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ઓક્સોર્ડ-એસ્ટ્રાઝેનેકાના સંયુક્ત રીતે બનેલી કોવિશિલ્ડ તથા ભારત બાયોટેકની કોવેક્સીન સાથે હવે રશિયાની સ્પુતનિકનો સમાવેશ પણ થઈ ચૂક્યો છે. કોવીશિલ્ડ અને કોવેક્સીનના 10 કરોડ ડોઝ લોકોને અપાઇ ચૂક્યા છે.
  Published by:News18 Gujarati
  First published:April 15, 2021, 23:36 pm