કારમાં એરબેગને લઈને સરકારનો મોટો નિર્ણય, જાણો નવો નિયમ શું છે?

પ્રતીકાત્મક તસવીર

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ સુપ્રીમ કોર્ટે રોડ સુરક્ષા બાબતે કરેલી ભલામણોને ધ્યાનમાં રાખીને ફરજિયાત ડ્યુઅલ એરબેગનો નિર્ણય લેવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી: માર્ગ અકસ્માતો (Road accidents)ની સંખ્યા ઘટાડવા માટે મોદી સરકાર કવાયત કરી રહી છે. માર્ગ પરિવહન અને વીમાને લાગતા કાયદામાં પણ ફેરફાર થયા છે. આવી સ્થિતિમાં હવે એરબેગ લઈને પણ નવો નિયમ આવ્યો છે. જે મુજબ આગામી પહેલી એપ્રિલથી નવા વાહનમાં ડ્યુઅલ એરબેગ (Dual airbags) ફરજિયાત બનશે. જ્યારે હાલના વાહનો કે જે વેચાયા વગરના છે તેમાં એરબેગ્સ માટે 31 ઓગસ્ટ, 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ માટે રોડ-પરિવહન અને હાઇવે મંત્રાલય (The Ministry of Road Transport and Highways) તરફથી એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

  પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમજ સુપ્રીમ કોર્ટે રોડ સુરક્ષા બાબતે કરેલી ભલામણોને ધ્યાનમાં રાખીને ફરજિયાત ડ્યુઅલ એરબેગનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે માર્ગ સલામતીના હિમાયતીઓ દ્વારા ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. આનાથી એન્ટ્રી લેવલની કાર્સમાં સુરક્ષાનું પાસું વધારે મજબૂત બનશે, જેમને સામાન્ય રીતે એરબેગ્સ વગર જ વેચવામાં આવતી હોય છે. ઉલ્લેખનીય છે કે તમામ કાર્સ માટે એરબેગ્સ ફરજિયાત કરવામાં આવતા આગામી દિવસોમાં કાર્સની કિંમતોમાં પણ ફેરફાર થવાની સંભાવાના રહી છે.

  આ પણ વાંચો: ખાનગી હૉસ્પિટલે પેટના ટાંકા લીધા વગર બાળકીને ઓપરેશન ટેબલ પરથી બહાર કરી દીધી, મોત

  પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ તમામ એરબેગ્સ બન્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) વિશેષતાના AIS 145 પ્રમાણે ધારા-ધોરણોનું પાલન કરવી જોઈએ.

  એન્ટ્રી લેવલની કારની સુરક્ષાની સાથે ભાવ વધશે?

  હવે ફરજિયાત એરબેગના નિયમથી વાહનોનાં ભાવમાં પણ કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. આ નિયમથી એન્ટ્રી લેવલની કારની સુરક્ષા વધશે પરંતુ એરબેગ જેવા ફીચરને પગલે આવી કાર્સની કિંમતમાં પણ વધારે થશે. સામાન્ય રીતે લોકો ઓછી કિંમતને કારણે આવી કાર્સ લેવાનું પસંદ કરતા હોય છે. હવે તમામ કાર્સ માટે એરબેગ્સનો નિયમ ફરજિયાત બનતા કંપનીઓને કિંમત વધારવાની ફરજ પડી શકે છે.

  આ પણ વાંચો: તંત્ર અને એન્જીનિયરોની કમાલ: બનાવી દીધું બે સીટવાળું ટૉઇલેટ, BDO બોલ્યા- આનાથી બાળકોનો ડર ખતમ થશે!

  બીઆઈએસના માપદંડોનું પાલન કરતી એરબેગ

  વાહનોમાં એરબેગ ફરજીયાત કરવાની સાથે સરકારે એરબેગની ગુણવત્તાને લઈ કેટલીક સ્પષ્ટતા પણ કરી છે. સરકારના નોટિફિકેશન મુજબ બીઆઈએસના માપદંડોને અનુસરતી એરબેગ મૂકવાની રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published: