સરકારે પૅન્શન નિયમોમાં કર્યા ફેરફાર, હવે આ લોકોને પહેલાથી વધુ પૈસા મળશે

સરકારે પૅન્શન નિયમોમાં કર્યા ફેરફાર, હવે આ લોકોને પહેલાથી વધુ પૈસા મળશે
પ્રતીકાત્મક તસવીર

સરકારે આ વખતે જે સંશોધન કર્યુ છે તેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે

 • Share this:
  નવી દિલ્હી : નિવૃત્તિ (Retirement) બાદ પૅન્શન (Pension)ના પૈસા લોકોની જિંદગીમાં ઘણી મોટી ભેટ હોય છે. આ જ કારણ છે કે સરકાર સમય-સમયે પૅન્શનના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. સરકારે આ વખતે જે સંશોધન કર્યુ છે, તેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થવાનો છે.

  સરકારે કયા નિયમમાં ફેરફાર કર્યો  7 વર્ષથી ઓછા કાર્યકાળમાં સરકારી કર્મચારીના મૃત્યુ પર તેના પરિવારના સભ્યોને હવે વધેલું પૅન્શન મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ પગલાનો લાભ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના જવાનોની વિધવાઓને મળી શકશે. આ પહેલા, જો કોઈ કર્મચારીનું મૃત્યુ 7 વર્ષથી ઓછા કાર્યકાળમાં થઈ જતું હતું તો તેના પરિવારોને છેલ્લા વેતનના 50 ટકાના હિસાબથી વધેલું પૅન્શન નહોતું મળતું. હવે સાત વર્ષથી ઓછા કાર્યકાળમાં મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારો વધેલું પૅન્શન મેળવવા પાત્ર હશે. સરકારી અધિસૂચના મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય સિવિલ સેવા (પૅન્શન) નિયમ, 1972માં સંશોઘનને મંજૂરી આપી દીધી છે. આ નિયમ કેન્દ્રીય સિવિલ સેવા (પૅન્શન) બીજો સંશોધન નિયમ, 2019 1 ઓક્ટોબર, 2019થી લાગુ થશે.

  પારિવારિક પૅન્શન મેળવનારાઓ માટે આ શરતો હશે

  સરકારી કર્મચારી જેમનું મૃત્યુ 1 ઓક્ટોબર 2019 સુધી 10 વર્ષના કાર્યકાળ પૂરો કરતાં પહેલા જ થયું છે અને તેઓએ સતત સાત વર્ષ સુધીનો કાર્યકાળ પૂરો નથી કર્યો, તેમના પરિજનોને 1 ઓક્ટોબર 2019થી ઉપ નિયમ (3) હેઠળ વધેલા દર પર પૅન્શન મળશે. તેના માટે પારિવારિક પૅન્શન મળશે. તેના માટે પારિવારિક પૅન્શન મેળવવાની અન્ય શરતોને પૂરી કરવી પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પર ગ્રેજ્યુઇટીના સંદર્ભમાં ગ્રેજ્યુઇડીની રકમ કાર્યાલયના પ્રમુખ દ્વારાના સમગ્ર કાર્યકાળ વિશે જાણકારી અને સત્યતા બાદ નક્કી કરવામાં આવશે. કાર્યાલય પ્રમુખ અસ્થાઈ મૃત્યુ ગ્રેજ્યુઇટીની ચૂકવણીની તારીખથી 6 મહિનાની અંદર આ રકમને નક્કી કરશે.

  આ પણ વાંચો, સામાન્ય માણસને મોટી ગિફ્ટ આપવાની તૈયારીમાં મોદી, ટૅક્સ સ્લેબમાં થઈ શકે છે ફેરફાર

  Ministry Of Personnel, Public Grievances & Pensionsએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે પારિવારિક પૅન્શનના વધેલા દર કોઈ સરકારી કર્મચારીના પોતાની કારકિર્દીની શરૂઆતમાં મૃત્યુ થવાની સ્થિતિ વધુ જરૂરી છે, કારણ કે શરૂઆતમાં તેમનું વેતન પણ ઓછું હશે. તેને ધ્યાને લઈ, સરકારે 19 સપ્ટેમ્બર 2019ના રોજ જાહેર અધિસૂચના દ્વારા કેન્દ્રીય સિવિલ સેવા (પૅન્શન) નિયમ, 1972 હેઠળ 54માં સંશોધન કર્યુ છે.

  આ પણ વાંચો, ખુશખબરી! સરકારી કર્મીઓની આ મહિને 5 દિવસ વહેલી થશે સૅલરી, જાણો કેમ?
  Published by:News18 Gujarati
  First published:September 24, 2019, 09:43 am

  ટૉપ ન્યૂઝ