સરકારે પેન્શનના નિયમમાં કર્યો ફેરફાર, હવે આ લોકોને મળશે પહેલા કરતા વધારે પૈસા

News18 Gujarati
Updated: September 25, 2019, 7:42 PM IST
સરકારે પેન્શનના નિયમમાં કર્યો ફેરફાર, હવે આ લોકોને મળશે પહેલા કરતા વધારે પૈસા
પ્રતિકાત્મક તસવીર

7 વર્ષથી ઓછા સેવાકાળમાં સરકારી કર્મચારીનું મોત થાય છે તો, તેના પરિવારને પણ હવે વધેલા પેન્શનનો લાભ મળશે

  • Share this:
રિટાયરમેન્ટ બાદ પેન્શનના પૈસા લોકોની જિંદગીમાં એક મોટી ગિફ્ટ સમાન હોય છે. આજ કારણ છે કે, સરકાર સમય-સમય પર પેન્શનના નિયમોમાં ફેરફાર કરતી રહે છે. સરકારે આ વખતે જે સંશોધન કર્યું છે, તેનાથી લાખો કર્મચારીઓને થશે ફાયદો.

સરકારે કયા રુલ્સમાં કર્યો ફેરફાર
7 વર્ષથી ઓછા સેવાકાળમાં સરકારી કર્મચારીનું મોત થાય છે તો, તેના પરિવારને પણ હવે વધેલા પેન્શનનો લાભ મળશે. માનવામાં આવી રહ્યું છે કે, આ પગલાનો લાભ કેન્દ્રીય સશક્ત પોલીસ બળના જવાનોની વિધવાને મળી શકશે. આ પહેલા, કોઈ કર્મચારીનું મોત 7 વર્ષથી ઓછા સેવાકાળમાં થાય તો તેના પરિવારને અંતિમ પગારના 50 ટકાના હિસાબે વધેલુ પેન્શન મળતું ન હતું. હવે સાત વર્ષથી ઓછા સેવાકાળમાં મોત થવા પર કર્મચારીના પરિજનને વધેલું પેન્શન મળવા પાત્ર થશે. સરકારી અધિસૂચના અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય સિવિલ સેવા પેન્શન નિયમ, 1972માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. આ નિયમ કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) બીજો સંશોધન નિયમ, 2019 એક ઑક્ટોબર, 2019થી લાગુ થશે.

પારિવારિક પેન્શન લેવા માટે હશે આ શરતો
સરકારી કર્મચારી જેમનું મોત 1 ઑક્ટોબર, 2019 સુધી 10 વર્ષના કાર્યકાળ પહેલા થાય છે અને તેમણે સળંગ સાત વર્ષનો કાર્યકાળ પૂરો નથી કર્યો, તેમના પરિવારને એક ઑક્ટોબર, 2019ખી ઉપ નિયમ (3) હેઠલ વદેલા દર પર પેન્શન મળશે. તેના માટે પારિવારીક પેન્શન મેળવવા માટે અમુક શરતો પુરી કરવી પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મૃત્યુ પર ગ્રેજ્યુટીના સંદર્ભમાં ગ્રેજ્યુટીની રકમ કાર્યાલયના પ્રમુખ દ્વારા તેમના પૂરા સેવાકાળ વિશે જાણકારી અને સત્યાપન બાદ નક્કી કરવામાં આવશે. કાર્યાલય પ્રમુખ અસ્થાયી મોત ગ્રેજ્યુટીની ચૂકવણીની તારીખથી 6 મહિનાની અંદર આ રકમ નક્કી કરશે.

કાર્મિક અને લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારનું માનવું છે કે પારિવારીક પેન્શનનો વધેલો દર કોઈ સરકારી કર્મચારીના પોતાના કરિયરના શરૂઆતમાં જ મોતની સ્થિતિ સમયે વધારે જરૂરી છે. કેમ કે, શરૂઆતમાં તેનો પગાર પણ ઓછો હોય છે. તેને ધ્યાનમાં રાખી, સરકારે 19 સપ્ટેમ્બર, 2019ના જાહેર અધિસૂચક દ્વારા કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972ના નિયમ 54માં સંશોધન કર્યું છે.
First published: September 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading