હવે GST ચોરી પર લગામ, સરકારે ઇ-વે બિલ સિસ્ટમમાં કર્યા ફેરફાર!

સરકારે ઇ-વે બિલ સિસ્ટમમાં કર્યા ફેરફાર

સરકારે GST ચોરી પર લગામ મૂકવા માટે હાલની ઇ-વે બિલ (e-way bill) સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ધંધાર્થીઓ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઇને એક સમાચાર સામે આવ્યા છે. સરકારે GST ચોરી પર લગામ મૂકવા માટે હાલની ઇ-વે બિલ (e-way bill) સિસ્ટમમાં મોટા ફેરફાર કર્યા છે. હવે ઇ-વે બિલ જનરેટ કરવા માટે પિન કોડ નાંખવું જરૂરી બનશે. સાથે જ એક ભરતિયા પર માત્ર એક જ ઇ-વે બિલ જનરેટ થશે.

  પિન કોડ જરૂરી બનશે

  સરકારે જીએસટી ચોરી પર લગામ મૂકવા માટે ઇ-વે બિલ સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે પોસ્ટલ પિન કોડ નાંખ્યા વગર e-way bill જનરેટ નહીં થાય. લોડિંગ-અનલોડિંગ અંતરની ગણતરી કરવા માટે તેનો ઉપયોગ થશે. હવે પિનકોડ દ્વારા ઓટોમેટિક રીતે અંતરની ગણતરી થશે. હવે માલના લોડિંગ અને અનલોડિંગ લોકેશનનું પિન કોડ જરૂરી બનશે. પિનકોડ પ્રમણે ડિલીવરીનું વાસ્તવિક અંતર નક્કી થશે. વાસ્તવિક અંતરથી 10 ટકા ઊંચ-નીચની સંભાવના મળશે.

  આ પણ વાંચો: આપનું PAN કાર્ડ Aadhaar સાથે લિંક છે કે નહીં? આ રીતે જાણો

  એક ભરતિયા પર એક ઇ-વે બિલ જનરેટ થશે

  હવે એક ભરતિયા પર માત્ર એક જ e-way bill જનરેટ થશે. પહેલાં એક ભરતિયાથી ઘણા ઇ-વે બિલ જનરેટ થઇ શકતા હતા. કનસાઇનર, કનસાઇની અને ટ્રાન્સપોર્ટરને સિંગલ બિલ મળશે. 50,000થી વધુના માલ કેરેજ માટે ઇ-વે બિલ જરૂરી બનશે.
  Published by:Azhar Patangwala
  First published: