આર્થિક સુસ્તીના સમયમાં આ સરકારી કંપની આપી રહી છે 9,000 લોકોને નોકરી

પ્રતીકાત્મક તસવીર

કોઈ સરકારી કંપની તરફથી કરવામાં આવી રહેલી છેલ્લા એક દશકની આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે

  • Share this:
    નવી દિલ્હી : ભારતની અર્થવ્યવસ્થન સુસ્ત થઈ રહી છે. હાલમાં આમ તો અનેક મોટો કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે તો બીજી તરફ કોલ ઈન્ડિયા (Coal India) આ ટ્રેન્ડથી બિલકુલ ઊલટું ચાલી રહ્યું છે. કોલ ઈન્ડિયાની યોજના 9000 લોકોને નોકરી આપવાની છે. તેમાંથી લગભગ 4000ની નિયુક્તિ એક્ઝિક્યૂટિવ લેવલે થશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, કોલ ઈન્ડિયાના 4000 એક્ઝિક્યૂટિવમાંથી 900ની નિયુક્તિ જૂનિયર કેટેગરીમાં વિજ્ઞાપન અને ઇન્ટરવ્યૂ દ્વારા થશે. બાકીના 400 લોકોની નિયુક્તિ કેમ્પસ સિલેક્શનથી થશે. 100 એક્ઝિક્યૂટિવની નિયુક્તિ મેડિકલ સ્ટાફ તરીકે થશે.

    400 નોન ટેકનીકલ પોસ્ટ પર હાયરિંગ

    અધિકારીએ જણાવ્યું કે, કંપનીએ પહેલા જ 400 એક્ઝિક્યૂટિવની હાયરિંગ કરી લીધી છે જેમાં મોટાભાગના ડોક્ટર છે. વધુ 75 નિયુક્તિઓ પણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેઓ જોડાઈ જશે. 2200 લોકોની નિયુક્તિ કંપની પરીક્ષાના માધ્યમથી કરશે. કંપનીની સબ્સિડિયરી કંપનીઓ 500 વર્કરો અને ટેકનિકલ કામદારોની નિયુક્તિ કરશે. 2300 નોકરીઓ એ લોકોને આપવામાં આવશે જેમની જમીનનું અધિગ્રહણ કંપનીએ પોતાની પરિયોજનાઓ માટે કર્યુ હતું. 2350 નોકરીઓ એ પરિવારના સભ્યોને આપવામાં આવશે જેમનું મોત ડ્યૂટી પર થયું હતું. તેની સાથે જ 400 નોન ટેકનિકલ પોસ્ટ માટે પણ હાયરિંગ થશે.

    આ પણ વાંચો, રેલવે કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ, મળશે 78 દિવસનું બોનસ

    વર્કર અને ટેકનિકલ કર્મચારીઓનું હાયરિંગ

    કોઈ સરકારી કંપની તરફથી કરવામાં આવી રહેલી છેલ્લા એક દશકની આ સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે. એક્ઝિક્યૂટિવ લેવલની ભરતી કોલ ઈન્ડિયા કરશે જ્યારે વર્કર અને ટેકનિકલ કર્મચારીઓની ભરથી કોલ ઈન્ડિયાની સબ્સિડિયરી કંપનીઓ કરશે. ઈટી મુજબ, કોલ ઈન્ડિયાના એક એક્ઝિક્યૂટિવે કહ્યું કે કોલ ઈન્ડિયા પોતાની તમામ ખાલી પદોને ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે. આ છેલ્લા એક દશકની સૌથી મોટી ભરતી છે. ગયા વર્ષે કંપનીએ 1200 લોકોની નિયુક્તિ કરી હતી.

    કોલ ઈન્ડિયા દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. ભારતીય રેલવે (Indian Railway) બાદ સૌથી વધુ કર્મચારીઓ કોલ ઈન્ડિયાની સાથે કામ કરી રહ્યા છે. કોલ ઈન્ડિયામાં લગભગ 2,80,000 કર્મચારી છે. તેમાંથી 18,000 એક્ઝિક્યૂટિવ લેવલ પર છે.

    આ પણ વાંચો, 6 કરોડ PF ખાતાધારકો માટે ખુશખબર! હવે 8.65 ટકા વ્યાજ મળશે
    Published by:Mrunal Bhojak
    First published: