Home /News /business /PM Vaya Vandana Yojana: પરિણીત લોકો પર સરકાર મહેરબાન, દર મહિને મળશે 10 હજાર રૂપિયા
PM Vaya Vandana Yojana: પરિણીત લોકો પર સરકાર મહેરબાન, દર મહિને મળશે 10 હજાર રૂપિયા
આ યોજનાનો લાભ લેવા માટે દંપતિ 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકે છે.
Modi Government PMVVY Scheme: પ્રધાનમંત્રી વય વંદના યોજના એક સામાજિક સુરક્ષા યોજના છે. જેના હેઠળ લાભાર્થીને માસિક પેન્શન મળે છે. તેને ભારત સરકાર દ્વારા લાવવામાં આવી છે પરંતુ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. પતિ-પત્ની બંને 60 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા છે તો, તે મહત્તમ 15 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે.
નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી વય વંદના યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ માસિક પેન્શનની ગેરંટી મળે છે. આ યોજનાને કેન્દ્ર સરકારે 26 મે 2020ના રોજ શરૂ કરી હતી. જેનો લાભ લેવા માટે દંપતિ 31 માર્ચ 2023 સુધી રોકાણ કરી શકે છે. જો પતિ-પત્ની બંને ઈચ્છે તો હાલ પણ રોકાણ કરીને 60 વર્ષની ઉંમર બાદ તેનો લાભ ઉઠાવી શકે છે. જાણો શું છે યોજના.
વય વંદના યોજના શું છે?
પ્રધાનમંત્રી વય વંદના યોજના એક સામાજિક સુરક્ષા યોજના છે. જેના હેઠળ લાભાર્થીને માસિક પેન્શન મળે છે. તેને ભારત સરકાર દ્વારા લાવવામાં આવી છે પરંતુ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. પતિ-પત્ની બંને 60 વર્ષની ઉંમરને પાર કરી ચૂક્યા છે તો, તે મહત્તમ 15 લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. પહેલા રોકાણની મર્યાદા 7.5 લાખ રૂપિયા હતી, જેને વધારીને બે ગણી કરી દેવામાં આવી છે. બીજી યોજનાઓની સરખામણીમાં, આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ મળે છે. 60 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો આ પેન્શન યોજનાને પસંદ કરી શકે છે.
જો પતિ-પત્ની બંને આ યોજનાનો લાભ લેવા માંગે છે તો, બંનેએ પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 8, 10, 811 રૂપિયાની મૂડીનું રોકાણ કરવુ પડશે, એટલે કુલ 16 લાખ 21 હજાર 622 રૂપિયા. આ યોજના પર 7.40 ટકા વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ રીતે તમને માસિક પેન્શનના રૂપમાં 10 હજાર રૂપિયા મળશે. આ યોજનામાં એક પ્લાન એવો પણ છે કે, એક જ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો તમે 8, 10, 811 રૂપિયાનું રોકાણ કરશો તો, તમને માસિક પેન્શન 5 હજાર રૂપિયા મળશે.
આ યોજના 10 વર્ષ માટે છે. તમે જમા રૂપિયા પર માસિક આવક મળતી રહે છે. જો તમે 10 વર્ષ આ યોજનામાં કાયમ રહો છો, તો 10 વર્ષ પછી તમારા રોકાણ કરાયેલા રૂપિયા પરત કરી દેવામાં આવશે. આ યોજનાને તમે ક્યારેય પણ સરન્ડર કરી શકો છો.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર