LPG Gas Subsidy: એલપીજી ગેસ પર 200 રૂપિયાની સબસિડી, આ રીતે ચેક કરો તમારા ખાતામાં આવી કે નહીં
LPG Gas Subsidy: એલપીજી ગેસ પર 200 રૂપિયાની સબસિડી, આ રીતે ચેક કરો તમારા ખાતામાં આવી કે નહીં
200 rupees subsidy on LPG cylinder
ઘણા લોકોને એ વાતની માહિતી નથી હોતી કે તેમના ખાતામાં સબસિડી જમા થઇ રહી છે કે નહીં તો અમે તમને જણાવી દઇએ કે તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો કે તમારા ખાતામાં સબસિડી આવી છે કે. તેના માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલોવ કરવાની જરૂર છે.
વધતા જતા ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે અને સામાન્ય જનતાને મોંઘવારીથી થોડી ઘણી રાહત આપવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી છે આ સાથે જ સરકારે એલપીજીની વધતી કિંમતમાં થોડી રાહત આપવા માટે 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે.
ઘણા લોકોને એ વાતની માહિતી નથી હોતી કે તેમના ખાતામાં સબસિડી જમા થઇ રહી છે કે નહીં તો અમે તમને જણાવી દઇએ કે તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો કે તમારા ખાતામાં સબસિડી આવી છે કે. તેના માટે તમારે બસ નીચે આપેલા સ્ટેપ્સ ફોલોવ કરવાની જરૂર છે.
1. સૌ પ્રથમ www.mylpg.in વેબસાઇટ ઓપન કરો
2. અહીં ઉપર આપેલા વિકલ્પોમાંથી તમે તમારા સર્વિસ પ્રોવાઈડરના ગેસ સિલિન્ડરના ફોટો પર ક્લિક કરો.
3. આ પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરની હશે.
4. હવે ઉપર જમણી બાજુએ સાઇન-ઇન અને ન્યૂ યુઝર વિકલ્પ પર ટેપ કરો.
5 જો તમે પહેલાથી જ તમારી આઈડી અહીં બનાવી છે, તો સાઈન-ઈન કરો. જો તમારી પાસે ID નથી, તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરીને વેબસાઈટ પર લોગીન કરી શકો છો.
6. હવે તમારી સામે એક વિન્ડો ખુલશે, જમણી બાજુએ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
7. અહીં તમને માહિતી મળશે કે તમને કયા સિલિન્ડર પર ક્યારે સબસિડી આપવામાં આવી છે.
8. આ સાથે, જો તમે ગેસ સિલિન્ડર બુક કરાવ્યો છે અને તમને સબસિડીના પૈસા મળ્યા નથી, તો તમે ફીડબેક બટન પર ક્લિક કરી શકો છો.
9. હવે તમે સબસિડીના પૈસા ન મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
10. તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર ફોન કરીને ફ્રીમાં ફરિયાદ નોંધાવી શકો છો.
LPG પર સબસિડી બંધ થવાનું સૌથી મોટું કારણ LPG આધાર લિંકિંગની ઉપલબ્ધતા ન હોવાને કારણે હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તેમને પણ સબસિડી આપવામાં આવતી નથી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર