માઠા સમાચાર! પેટ્રોલ-ડીઝલ ત્રણ રૂપિયા સુધી મોંઘું થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી

News18 Gujarati
Updated: March 14, 2020, 10:32 AM IST
માઠા સમાચાર! પેટ્રોલ-ડીઝલ ત્રણ રૂપિયા સુધી મોંઘું થશે, સરકારે એક્સાઇઝ ડ્યૂટી વધારી
પ્રતિકાત્મક તસવીર

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લીટરે ત્રણ-ત્રણ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વધારી દીધી છે, નવા ભાવ 14મી તારીખે રાત્રે 12 વાગ્યાથી પ્રભાવિત થશે.

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) પર એક્સાઇઝ ડ્યૂટી (Excise Duty on Petrol-Diesel) અને રોડ સેસ (Road Cess) વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લીટરે ત્રણ રૂપિયાનો વધારો થશે. આઈઓસી (IOC)ની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ (Petrol Price in Delhi) ની કિંમત 69.87 પ્રતિ લીટર છે. એક્સાઇઝ ડ્યૂટી અને સેસ વધારવામાં આવ્યા બાદ કિંમતમાં ત્રણ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી જાહેર નોટિફિકેશન પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે કાચુ તેલ સસ્તુ થયું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલ પર અસર :

સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી (ઉત્પાદ દર)માં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે લીટરે એક રૂપિયો રોડ અને ઇન્ફ્રા સેસ લગાવવાની જાહેરાત કરી છે. સરકારે જાહેરનામું બહાર પાડીને આ જાણકારી આપી છે. આ નિર્ણય બાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે ત્રણ રૂપિયા જેટલો વધારો થઈ શકે છે.

શા માટે નિર્ણય લીધો :

નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયને કારણે નબળા અર્થતંત્ર સામે લડી રહેલી સરકારને પૈસા એકઠા કરવા માટે મદદ મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડા બાદ આવું શક્ય બન્યું છે. જોકે, હવે એ જોવાનું રહ્યું કે ક્રૂડની કિંમતના ઘટાડાનો ગ્રાહકોને સામાન્ય ફાયદો આપતી કંપનીઓ ગ્રાહકો પર આ વધારાનો બોઝ નાખે છે કે નહીં.

આ પણ વાંચો : સુરત : વહુએ સાસુની જીવતા જીવ તમામ ઇચ્છા પૂરી કરી, મુત્યું બાદ દીકરી બનીને કાંધ આપી 

પેટ્રોલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કરે છે કમાણી

એક લીટર પેટ્રોલની કિંમતમાં આશરે અડધા પૈસા ટેક્સ સ્વરૂપે સરકારની તિજોરીમાં જાય છે. જેમાં કેન્દ્ર સરકારની 19.98 રૂપિયા અને ડીઝલ પર 15.83 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇડ ડ્યૂટી સામેલ છે. જે બાદ રાજ્ય સરકાર વેટના સ્વરૂપમાં છ ટકાથી 39 ટકા સુધી કમાણી કરી છે.

આ પણ વાંચો : પાલનપુરમાં ઑસ્ટ્રેલિયાથી આવેલા 4 લોકોને શંકાસ્પદ કોરોના, ધૂળેટીના કાર્યક્રમમાં જોડાયા હતા

ટેક્સમાં વધારો કરીને સરકાર પોતાની નાણાકીય સ્થિતિને મજબૂત કરે છે. ગત વખતે વર્ષ 2014 અને 2016માં ક્રૂડ-ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો ત્યારે સરકારે તેનો લાભ ગ્રાહકોને આપવાને બદલે એક્સાઇઝ ડ્યૂટીના સ્વરૂપમાં પેટ્રોલ-ડીઝલના માધ્યમથી વધારે ટેક્સ વસૂલ કર્યો હતો.

નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં નવ વખત વધારો કર્યો હતો, જ્યારે ફક્ત એક વખત રાહત આપી હતી. આવું કરીને વર્ષ 2014-15 અને 2018-19માં કેન્દ્ર સરકારે ઓઇલ પર ટેક્સના સ્વરૂપમાં 10 લાખ કરોડની કમાણી કરી હતી.

આવી જ રીતે રાજ્યની સરકારો પણ વેટનો દર વધારીને પેટ્રોલ-ડીઝલ પર કમાણી કરે છે. ગત અઠવાડિયે કર્ણાટક સરકારે પેટ્રોલ પર ટેક્સ 32 ટકાથી વધારે 35 ટકા અને ડીઝલ પર 21 ટકાથી વધારીને 24 ટકા કરવાની જાહેરાત કરી છે.
First published: March 14, 2020, 10:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading