પ્રથમ તબક્કાના રસીકરણ માટે સરકારે ખર્ચવા પડશે 21,000-27,000 કરોડ રૂપિયા: SBI રિસર્ચ

પ્રથમ તબક્કાના રસીકરણ માટે સરકારે ખર્ચવા પડશે 21,000-27,000 કરોડ રૂપિયા: SBI રિસર્ચ
કોવિશીલ્ડ વેક્સીન.

Phase 1 vaccination: પ્રથમ તબક્કામાં સરકાર દેશમાં 30 કરોડ લોકોનું રસીકરણ કરશે, બીજો તબક્કો કે જેમાં વધુ 50 કરોડ લોકોને આવરી લેવાશે.

 • Share this:
  નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા રિસર્ચ SBI Researchના તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રસીના પ્રથમ તબક્કા પાછળ આશરે 21થી 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રથમ તબક્કામાં સરકાર દેશમાં 30 કરોડ લોકોનું રસીકરણ કરશે. આ ઉપરાંત બીજો તબક્કો કે જેમાં વધુ 50 કરોડ લોકોને આવરી લેવાશે તે માટે 35થી 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ રકમ આપણા જીડીપી (Gross Domestic Product)ના 0.3થી 0.4 ટકા જેટલી છે.

  ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોના વેક્સીનની બે રસીને ઇમરજન્સી વપરાશ માટે છૂટ આપવામાં આવી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન શામેલ છે. ભારત સરકારનું આયોજન છે કે ઓગસ્ટ 2021 સુધી દેશના 30 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવે. આ ઉપરાંત વર્ષના અંત સુધી વધુ 50 કરોડ લોકોને વેક્સીને આપવામાં આવે. SBI તરફથી અંદાજ મૂકવામાં આવ્યો છે કે પ્રત્યેક ડોઝ પાછળ 100-150 રૂપિયા વહીવટી ખર્ચ આવી શકે છે. આ ઉપરાંત એક ડોઝ માટે સરકારે 250-300 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ માટે સરકારે એક વ્યક્તિ પાછળ 700-900 રૂપિયા ખર્ચવા પડી શકે છે.  આ પણ વાંચો: ગુજરાતની નવી પ્રવાસન નીતિ જાહેર, દ્વારકાના શિવરાજપુર બીચને ગોવાની જેમ વિકસિત કરાશે

  સરકારે ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગને પણ મંજૂરી આપી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના એક ડોઝની કિંમત 100 રૂપિયાથી ઓછી હશે. જોકે, સરકાર માટે હજુ સુધી વેક્સીનનો ભાવ નક્કી થયો નથી. એસબીઆઈનું કહેવું છે કે ભારતમાં 80 કરોડ લોકોને વેક્સીન આપવા માટે સરકારે 56થી 72 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

  અમદાવાદ: 'તું દીકરો કેમ જણતી નથી,' બે દીકરીની જનેતાને સાસરિયાઓએ ત્રાસ આપીને કાઢી મૂકી

  સરકારે ખરીદ્યા 1.1 કરોડ ડોઝ

  દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. મંગળવાર સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના પુણે સ્થિત પ્રોડક્શન સેન્ટરથી કોવિશીલ્ડ (Covishield)ની પહેલી ખેપ કડક સુરક્ષાની વચ્ચે ડિસ્પેચ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકા (Oxford-AstraZeneca)ની વેક્સીન કોવિશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ને ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર એક કરોડ દસ લાખ ડોઝનો છે. ઓર્ડર મુજબ, વેક્સીનના દરેક ડોઝની કિંમત 200 રૂપિયા છે. તેની પર 10 રૂપિયા GST લાગશે, એટલે કે તેની કિંમત 210 રૂપિયા હશે.

  આ પણ જુઓ-

  કોવિશીલ્ડને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને વિકસિત કરી છે. આ પ્રથમ વેક્સીન છે જેના ત્રણ ચરણના ક્લીનિકલ પરીક્ષણો પર એક વૈજ્ઞાનિક અધ્યયન પ્રકાશિત થયું છે. કોવિશીલ્ડને અત્યાર સુધી ભારત, બ્રિટન, આર્જેન્ટિના, મેક્સિકોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. કોવિશીલ્ડનું નિર્માણ કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કરી રહ્યું છે. બજારમાં તેનું એક ઇન્જેક્શન કે ડોઝ 1000 રૂપિયામાં વેચવામાં આવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 12, 2021, 15:48 pm