Home /News /business /ગેસ ચોરી કરવા વાળાની હવે ખેર નથી, QR કોડ સાથે ઘરે આવશે LPGના બાટલા

ગેસ ચોરી કરવા વાળાની હવે ખેર નથી, QR કોડ સાથે ઘરે આવશે LPGના બાટલા

એલપીજી સિલિન્ડરમાં લાગશે QR કોડ

QR Code in LPG Gas Cylinder: કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે જાણકારી આપતા જણાવ્યુ કે, હવે એલપીજી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીને રોકાવા માટે સરકાર સિલિન્ડરને ક્યૂઆર કોડ સાથે સજ્જ કરવા જઈ રહી છે. આ કંઈક અંશે આધાર કાર્ડ જેવુ જ હશે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સરકાર એલપીજી ગેસ સિલિન્ડર ઉપયોગ કરનારા ગ્રાહકોની સુવિધા માટે એક મોટું પગલુ ભરવા જઈ રહી છે. આ અંગે ગ્રાહકો દ્વારા વાંરવાર ફરિયાદ કરવામાં આવે છે, કે તેમના ઘરેલૂ ગેસ સિલિન્ડરમાં ગેસની માત્રા 1થી 2 કિલો સુધી ઓછી નીકળે છે. એવામાં ધણી વાર ફરિયાદ કર્યા પછી પણ ગ્રાહકો તેને શોધી શકતા નથી. આ કારણથી ગેસ ચોરી કરવા વાળાની સામે મોટી કાર્યવાહી થઈ શકતી નથી, પરંતુ હવે સરકારે તે લોકોને પકડવા માટે એક મોટું પગલુ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર હવે એલપીજી સિલિન્ડરને ક્યૂઆર કોડ સાથે સજ્જ કરવા જઈ રહી છે. તેનાથી ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધાઓ મળશે.

    એલપીજી સિલિન્ડરમાં લાગશે QR કોડ


    કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે જાણકારી આપતા જણાવ્યુ કે, હવે એલપીજી ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીને રોકાવા માટે સરકાર સિલિન્ડરને ક્યૂઆર કોડ સાથે સજ્જ કરવા જઈ રહી છે. આ કંઈક અંશે આધાર કાર્ડ જેવુ જ હશે. આ ક્યૂઆર કોડ દ્વારા ગેસ સિલિન્ડરમાં રહેલા ગેસનું ટ્રેકિંગ કરવું ઘણુ જ સરળ થઈ જશે. તેની સાથે જ જો કોઈ ગેસ સિલિન્ડરમાં ગેસની ચોરી કરે છે તો તેને ટ્રેક કરવું ઘણું જ સરળ થઈ જશે.

    આ પણ વાંચોઃ નોકરી ગુમાવી છે? પોતાનું સ્ટાર્ટઅપ ખોલવા 80.59 લાખ આપશે આ કંપની


    ક્યાર સુધી ગેસ સિલિન્ડરમાં લાગશે ક્યૂઆર કોડ


    હરદીપ સિંહ પુરીએ World LPG Week 2022 ના ખાસ વિશેષ અવસર પર આ જાણકારી આપતા જણાવ્યુ કે, વહેલી તકે એલપીજી સિલિન્ડર પર ક્યૂઆર કોડ લગાવી દેવામાં આવશે. સરકારે આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. 3 મહિનાની અંદર આ કામને પૂરુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. નોંધનીય બાબત એ છે કે, ગેસ સિલિન્ડરમાં ક્યૂઆર કોડ નાખવામાં આવશે. જ્યારે ગેસ સિલિન્ડરમાં ક્યૂઆર કોડના મેટર સ્ટીકરને ગેસ સિલિન્ડર પર ચોંટાડવામાં આવશે.

    આ પણ વાંચોઃ મોર્ગન સ્ટેનલીના જોનાથન ગાર્નેરની મોટી વાત, અન્ય બજારો કરતા ભારતનું શેરબજાર મજબૂત; રોકાણકારોની થઈ શકે છે ચાંદી-ચાંદી

    જાણો ક્યૂઆર કોડના ફાયદા


    મીડિયા રિપોર્ટસ અનુસાર, ગેસ સિલિન્ડરમા ક્યૂઆર કોડ હોવાથી તેનું ટ્રેકિંગ ખૂબ જ સરળ થઈ જશે. પહેલા ગેસ ઓછો મળવાની ફરિયાદ પર તેનું ટ્રેકિંગ સરળતાથી થઈ શકતુ ન હતું, પરંતુ હવે ક્યૂઆર કોડ લાગ્યા બાદ તેને ટ્રેક કરવુ ખૂબ જ સરળ થઈ જશે. અગાઉ, ડિલરે ગેસ સિલિન્ડરને ક્યાંથી નીકાળ્યો અને ક્યારે ડિલીવરી મેને તેની ડિલીવરી ગ્રાહકના ઘરે કરી તે સરળતાથી જાણી શકાતુ ન હતું. પરંતુ ક્યૂઆર કોડ લાગવાથી બધી જ વસ્તુઓનું ટ્રેકિંગ સરળતાથી થઈ જશે. તેનાથી ચોર સરળતાથી પકડાઈ જશે અને તેના મનમાં ડર પેદા થશે. જેથી તેઓ ગેસની ચોરી કરશે નહિ.


    ચોરી પકડવા ઉપરાંત ક્યૂઆર કોડના અન્ય પણ ઘણા ફાયદા છે. તેનાથી ગ્રાહકોને જાણ થાય છે કે, ગેસને કેટલી વાર રિફિલિંગ કરવામાં આવ્યો છે. તેની સાથે જ રિફિલિંગ સેન્ટરથી ઘરે આવવામાં ગેસને કેટલો સમય લાગ્યો છે, તથા ઘરેલૂ ગેસ સિલિન્ડરને કોઈ પણ વ્યક્તિ કોમર્શિયલ કામ માટે ઉપયોગ નહિ કરી શકે. કારણ કે, ક્યૂઆર કોડથી તે પણ જાણ થઈ શકશે કે, ગેસ સિલિન્ડરની ડિલીવરી કયા ડીલર દ્વારા કરવામાં આવી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Indian Government, LPG Gas Cylinder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन