આનંદો! તમારી ટૅક હોમ સૅલેરી વધી શકે છે, શ્રમ મંત્રાલયે કરી આ ભલામણ

પ્રતિકાત્મક તસવીર

નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર છે. લૅબર એન્ડ એમ્પ્લૉઇમેન્ટ મિનિસ્ટ્રીએ ભલામણ કરી છે, જો આનો સ્વીકાર કરી લેવામાં આવશે તો બહુ ઝડપથી તમારા હાથમાં આવતો પગાર વધી જશે.

 • Share this:
  નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર છે. હકીકતમાં લેબર એન્ડ એમ્પ્લૉઇમેન્ટ મિનિસ્ટ્રીએ ભલામણ કરી છે કે એમ્પ્લૉઇઝ પ્રૉવિડેન્ટ ફંડ (EPF)માં કર્મચારીઓના ફાળાને ઓછો કરવામાં આવે. જો આ ભલામણ માની લેવામાં આવશે તો કૅશ ઑન હેન્ડ (હાથમાં આવતો પગાર) પગાર વધી જશે.

  અંગ્રેજી વેબસાઇટ બિઝનેસ સ્ટાન્ડર્ડનું માનવામાં આવે તો, શ્રમ મંત્રાલયની આ ભલામણ માની લેવામાં આવશે તો કર્મચારીઓના હાથમાં આવતો પગાર વધી જશે. આ રિપોર્ટ પ્રમાણે કર્મચારીઓનો કેટલો હિસ્સો ઈપીએફમાં જશે તેનો નિર્ણય તેની ઉંમર, જાતિ અને પૅ ગ્રૅડ પરથી નક્કી થશે. જોકે, EPFમાં કંપનીનો હિસ્સો પહેલા જેટલો જ રહેશે.

  આ પણ વાંચો : 1 સપ્ટેમ્બરથી આ વસ્તુ સસ્તી થશે, તમને આટલો ફાયદો થશે

  હાલ શું નિયમ છે?


  • હાલ એમ્પ્લૉઇઝ પ્રૉવિડેન્ટ ફંડમાં બૅઝિક પગારનો 24 ટકા હિસ્સો જમા થાય છે. જેમાં 12 ટકા હિસ્સો કર્મચારીના પગારમાંથી કપાય છે અને 12 ટકા રકમ કંપની જમા કરે છે.

  • જે કર્મચારીનો માસિક પગાર રૂ. 15 હજાર હોય છે તેનું PF કાપવું જરૂરી છે. એવી જ રીતે જે કંપની પાસે ઓછામાં ઓછા 20 કર્મચારી છે, તેણે પોતાના કર્મચારીઓ માટે પીએફમાં 12 ટકા હિસ્સો જમા કરાવવો પડશે.

  • કર્મચારીઓનો હિસ્સો ઘટાડવાની ભલામણ એમ્પ્લૉઇઝ પ્રૉવિડેન્ટ ફંડ એન્ડ મિસ્લેનિયસ બિલ, 2019માં કરવામાં આવી છે.


  આ સાથે જ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલેપમેન્ટ ઓથોરિટી તરફથી ચલાવવામાં આવતી નેશનલ પેન્શન સ્કિમ અને EPFPમાંથી કોઈને એક પસંદગી કરવાની કર્મચારીઓને છૂટ આપવામાં આવી તેવી અલગથી એક ભલામણ પણ કરવામાં આવી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: