Home /News /business /ખુશખબર! સરકારનો નવો પ્લાન, 8 કલાકથી વધુ કામ કરવા પર મળશે હવે એકસ્ટ્રા સેલરી

ખુશખબર! સરકારનો નવો પ્લાન, 8 કલાકથી વધુ કામ કરવા પર મળશે હવે એકસ્ટ્રા સેલરી

પ્રતિકાત્મક તસવીર

ફેક્ટરીઝ એક્ટ હેઠળ, કંપનીઓ મનફાવે કેટલીક જગ્યા પર કર્મચારીને 9 કલાકથી વધુ કામ કરાવે છે, પરંતુ તમને ઓવરટાઇમ આપતી નથી.

નવી દિલ્હી : સરકાર હવે 8 કલાકથી વધુ સમય કામ કર્યા બાદ કર્મચારીઓને ઓવરટાઇમ આપવા તૈયાર છે. સરકાર નવા મજૂર કાયદા અંગે નવી યોજના તૈયાર કરવા જઈ રહી છે. મીડિયા રિપોટ્સ અનુસાર, સરકાર કામના કલાકો મર્યાદિત કરવાનું વિચારી રહી છે. આ સાથે, જો વધારે કલાકો સુધી કામ કરવામાં આવે તો આ માટે ઓવરટાઇમ પણ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે, હાલમાં સ્ટાન્ડર્ડ નિયમ 8 કલાક કાર્યનો છે. તેના આધારે કર્મચારીનો પગાર નક્કી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 2019માં સરકારે નવો વેતન કોડ પસાર કર્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, કામના કલાકો 8 કલાક અથવા 12 કલાક હશે. ત્યારથી, તેના વિશે કર્મચારીઓમાં ભ્રમની સ્થિતિ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એક ગેરસમજ હતી કે, નવો મજૂર કાયદામાં કર્મચારીને 12 કલાક કામ નક્કી કરવામાં આવી શકે છે. આ ગેરસમજને દૂર કરવા સરકાર દ્વારપા આ પગલું ભરવામાં આવ્યું છે.

આ પણ વાંચોરૂ. 700નો ગેસ સિલિન્ડર ફક્ત 200 રૂપિયામાં મળશે, જાણો કેવી રીતે ઓફરનો લાભ લઈ શકશો

15 થી 30 મિનિટ વધારાના કામને પણ ઓવરટાઇમ માનવામાં આવશે

ફેક્ટરીઝ એક્ટ હેઠળ, કંપનીઓ મનફાવે કેટલીક જગ્યા પર કર્મચારીને 9 કલાકથી વધુ કામ કરાવે છે, પરંતુ તમને ઓવરટાઇમ આપતી નથી. કારણ કે વર્તમાન સિસ્ટમ મુજબ, જો કોઈ મજૂર તેના કામના સમય પછી 30 મિનિટથી વધારે સમય આપે છે તો, તે ઓવરટાઇમ માનવામાં આવતું નથી. પરંતુ, નવા શ્રમ નિયમો અનુસાર હવે 15 મિનિટથી 30 મિનિટનો સમય પણ અડધો કલાકનો ઓવરટાઇમ માનવામાં આવશે.

આ પણ વાંચદમણમાં 31st પહેલા પાર્ટી કરવા પહોંચ્યા, રીટર્નમાં આ એક ભૂલથી 90 દારૂ રસિકોનો ખેલ ઊંધો પડ્યો

આ કાયદાઓ હેઠળ જોગવાઈઓ

ગયા વર્ષે ઓગસ્ટમાં, કોડ ઓન વેજેસ, 2019 પસાર થયો ગયું. તે 1 એપ્રિલ 2021થી અમલમાં આવશે તેવી સંભાવના છે. આ વેતન અને બોનસને લગતા ચાર કાયદાને એકીકૃત કરે છે (વેતન અધિનિયમ 1936, ન્યૂનતમ વેતન અધિનિયમ 1948, ચુકવણી બોનસ એક્ટ 1965 અને સમાન મહેનતાણું અધિનિયમ 1976). આ કોડમાં, ભારતમાં તમામ કામદારોને લઘુતમ અને સમયસર વેતન ચૂકવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. આમાં કેન્દ્ર સરકાર દ્વારા કામદારોના જીવનના ન્યુનતમ ધોરણને ધ્યાનમાં રાખીને દરો નક્કી કરવામાં આવશે.

લઘુતમ વેતન કેવી રીતે નક્કી થાય છે

નવેમ્બરમાં સૂચિત મુસદ્દા મુજબ, ન્યુનત્તમ પગાર ભૌગોલિક આધારે હોવો જોઈએ, જેના માટે મહાનગર, નોન મેટ્રો શહેરો અને ગ્રામીણ વિસ્તારો એમ ત્રણ કેટેગરી હશે. જોકે, પગારની ગણતરીની રીતમાં કોઈ તફાવત રહેશે નહીં. આ માપદંડ હેઠળ, રોજની કેલરીની માત્રા 2700, 4 સભ્યોવાળા પરિવાર માટે વાર્ષિક 66 મીટર કપડા, ખાવા-પીવા અને કપડા પર ખર્ચના 10 ટકા ભાગ મકાનનું ભાડુ, ટૂટિલિટી પર ન્યૂનત્તમ વેતનના 20 ટકા ખર્ચ અને શિક્ષા પર 25 ટકા ખર્ચનો હિસાબ હશે.
First published:

Tags: કેન્દ્ર સરકાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો