ફૅક ન્યૂઝ : સરકારની જાહેરાત, નાણાકીય વર્ષને વધારવામાં નહીં આવે

પ્રતિકાત્મક તસવીર

મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે સરકારે નાણાકીય વર્ષને ત્રણ મહિના વધારવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : નાણા મંત્રાલયે (Finance Ministry)સોમવારે ખુલાસો કર્યો છે કે કોરોના વાયરસ (Coronavirus)ની કટોકટી વચ્ચે નાણાકીય વર્ષ (Financial Year)ને વધારવાના જે અહેવાલ મીડિયામાં આવી રહ્યા છે તે ખોટા છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સોશિયલ મીડિયા (Social Media)માં એક ખોટા ન્યૂઝ (Fake News)ફરી રહ્યા છે. આ સમાચાર એવા છે કે નાણાકીય વર્ષને વધારીને જૂન સુધી લઈ જવામાં આવશે. સરકાર તરફથી ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ (Indian Stamp Act)સંદર્ભે તારીખ 30મી માર્ચ 2020ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનનો ખોટો સંદર્ભ આપીને આવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે. નાણાકીય વર્ષને વધારવાની કોઈ યોજના નથી. "

  નાણા મંત્રાલયત તરફથી આવો ખુલાસો એવા રિપોર્ટ્સ બાદ આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, વૈશ્વિક મહામારીના સમયમાં અર્થતંત્ર પર પડતી અસરોને ખાળવા તેમજ ઉદ્યોગોને મદદ મળી રહે તે માટે સરકારે નાણાકીય વર્ષ ત્રણ મહિના વધારીને 15 મહિનાનું કર્યું છે.

  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2020-21નું નાણાકીય વર્ષ એપ્રિલ-2020ના બદલે હવે પહેલી જુલાઈ, 2020ના રોજ શરૂ થશે.

  આ પણ વાંચો : કોરોનાનાં કેર વચ્ચે ફરજ બજાવતા ડોક્ટર,નર્સ,પત્રકારને નાણાકીય વળતર આપવા કોર્ટમાં અરજી

  આ અંગે નાણા મંત્રાલય તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, સરકારે સોમવારે મોડી રાત્રે જે નોટિફિકેશન જાહેર કર્યું છે તે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે છે. એટલે કે નવી સ્ટેમ્પ ડ્યૂટી એપ્રિલના બદલે હવે પહેલી જુલાઈથી લાગુ પડશે.

  આ પણ વાંચો : લૉકડાઉનમાં TVના દર્શકો માટે સારા સમાચાર, ફ્રી થઈ તમારી મનપસંદ આ 4 પેઇડ ચેનલ

  નોંધનીય છે કે વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે ત્યારે ઉદ્યોગ જગત તરફથી સતત એવી માંગણી કરવામાં આવી રહી છે કે નાણાકીય વર્ષને ત્રણ મહિના સુધી વધારી દેવામાં આવે. જોકે, આ મામલે સરકાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

  ગત અઠવાડિયા નાણામંત્રી નિર્મલા સીતારમણે ગરીબો અને સ્થળાંતરિક કરતા મજૂરો માટે 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: