Mudra Loan: તમારા વ્યવસાયિક કારોબારને વધારવા અથવા નાનાપાયે બિઝનેસ શરુ કરવા માટે સરકાર લોન આપી રહી છે. તેને પ્રધાનમન્ત્રી મુદ્રા લોનના નામથી ઓળખવામાં આવે છે. તેમાં 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. જેથી તમે કોઈ પણ નાનો વ્યવશાય શરુ કરી શકો અથવા તમારા ધંધાને આગળ વધારી શકો. શું તમે પણ આ લોન લેવા માગો છો ? તો અહીં જાણો તેના વિશેની જરૂરી માહિતી.
કોઈ પણ ભારતીય કે જે પોતાનો વ્યાવસાય કરે છે અથવા શરુ કરવા માગે છે તે આ લોન લઇ શકે છે. તમે તેના માટે 10 લાખ સુઘીની રકમની માંગણી કરી શકો છો. જો તમારું આવેદન સ્વીકારવામાં આવે તો લોનની રકમ તમને મળી જશે. જેની ચુકવણી માટે તમારી પાસે 5 વર્ષનો સમય રહેશે. તેમાં તમને મુદ્રા કાર્ડ આપવામાં આવશે. તમે તમારી અનુકૂળતા મુજબ ઓનલાઇન કે ઓફલાઈન અરજી કરી શકો છો.
બેંકો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, NBFC લોન આપી રહી છે
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ બેંકો, માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ, એનબીએફસીના માધ્યમથી તમે લોન લઇ શકો છો. જેના માટે તમારે ઘણા જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. દરેક દસ્તાવેજો તૈયાર હશે તો જલ્દીથી આવેદન કરી શકાશે. તેની સાથે તમને ઝડપથી લોન પણ મળી જશે.
જરૂરી દસ્તાવેજોની યાદી
- વ્યવસાય પ્રમાણપત્ર (જેમાં વ્યવસાયનું નામ, ક્યારે શરૂ કર્યો અને સરનામું જેવી માહિતી હોવી જોઈએ)
- જાતિ પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- બચતના ચાલુ ખાતાની વિગતો
- બેંક શાખા માહિતી
- GSTN અને ઉદ્યોગ આધાર નંબર
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- વ્યવસાયની નોંધણીનું પ્રમાણપત્ર અથવા દુકાનની સ્થાપનાનું પ્રમાણપત્ર
- અન્ય મહત્વપૂર્ણ વ્યવસાય સંબંધિત માહિતી
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર