ભ્રષ્ટાચાર પર વાર : મોદી સરકારે આ 15 સીનિયર અધિકારીને સમય પહેલા હાંકી કાઢ્યા

મોદી સરકારના બીજા કાર્યકાળમાં કડક નિર્ણયો લેવાનો દોર શરૂ થઈ ગયો છે

News18 Gujarati
Updated: June 18, 2019, 3:45 PM IST
ભ્રષ્ટાચાર પર વાર : મોદી સરકારે આ 15 સીનિયર અધિકારીને સમય પહેલા હાંકી કાઢ્યા
વડાપ્રધાન મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 18, 2019, 3:45 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : મોદી સરકારે ફરી એક વાર ભ્રષ્ટ અધિકારીઓ પર પોતાની ચાબુક ચલાવી છે. ભારત સરકારે 15 સીનિયર અધિકારીઓને ફરજીયાત રૂપે નિવૃત્તિ આપી દીધી છે. 15 સિનિયર અધિકારી મુખ્ય રીતે અપ્રત્યક્ષ ટેક્સ અને સીબીઆઈસીના પ્રિન્સિપલ કમિશનર, કમિશનર અને એડિશનલ કમિશનર ટેક્સ રેન્કના છે. આ અધિકારીઓને આર્ટિકલ 56 (j) હેઠળ નિવૃત્ત કરવામાં આવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે આવું કરવા પાછળનો ઉદ્દેશ્ય સરકાર આળસુ અને નહિંવત કામ કરનારા અધિકારીઓને સેવાથી મુક્ત કરવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો સરકારે ખરાબ પર્ફોમન્સ કરનારા અધિકારીઓની યાદી પણ બનાવી છે. આ ફરજીયાત નિવૃત્ત આપતાં પહેલા સરકારની આ પ્રક્રિયા દ્વારા રોજગારમાં પણ વધારો થશે, કારણ કે સરકારી પદ ખાલી થશે તો તેની પર ભરતી માટે સરકાર તરફથી કાર્યવાહી પણ થવાની પણ શક્યતા છે.

Government of India compulsorily retires 15 very senior officers of the ranks of Principal Commissioner, Commissioner, Additional Commissioner, & Deputy Commissioner of Central Board of Indirect Taxes and Customs (CBIC) today, under Rule 56 (j) pic.twitter.com/GumYFZkgRr


નિયમ 56 મુજબ લેવાયો નિર્ણય

- નાણા મંત્રાલય નિયમ 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરવામાં આવી શકે છે જે 50થી 55 વર્ષની ઉંમરનાહોય અને 30 વર્ષનો કાર્યકાળ પૂરી કરી ચૂક્યા છે.
Loading...

- સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ આપી શકાય છે. આવું કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય નોન-પર્ફોર્મિંગ સરકારી સેવકને નિવૃત્ત કરવાનો છે.
- સરકાર દ્વારા અધિકારીઓને અનિવાર્ય નિવૃત્ત આપવાનો નિયમ ઘણા પહેલાથી પ્રભાવી છે.
- રિપોર્ટ્સ મુજબ, આવનારા સમયમાં મોદી સરકાર નિયમ 56નો ઉપયોગ કરીને અનેક અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ આપી શકે છે.
- બીજી તરફ, ગેરકાયદેસર અને બેહિસાબ સંપત્તિના આરોપથી ઘેરાઈ ચૂકેલા અધિકારીઓ પ આવનારા દિવસોમાં પણ નિયમ 56નો ઉપયોગ કરી શકાય છે.

આ પહેલા પણ કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂક્યું છે. આ પહેલા કેન્દ્ર સરકારે બળજબરીથી વસૂલી, લાંચ અને યૌન ઉત્પીડનના આરોપમાં લગભથ એક ડઝન ટેક્સ અધિકારીઓને ફરજીયાત પણે સેવાનિવૃત્ત કરી દીધા હતા. ફરજીયાત સેવાનિવૃત્તિનો આકરો નિર્ણય લગભગ 12 સીનિયર અધિકારીઓ સામે લેવામાં આવ્યો હતો જેમાં ઇનકમ ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. આ અધિકારીઓમાં ઇનકમ ટેક્સ વિભાગના જોઇન્ટ કમિશનર અને ઈડીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અશોક અગ્રવાલ, કમિશનર (અપીલ નોઇડા) એસ કે શ્રીવાસ્તવ, 1985 બેન્ચના આઈઆરએસ અધિકારી હોમી રાજવંશ, એબીબીી રાજેન્દ્ર પ્રસાદ, અજય કુમાર સિંહ, એબી અરુલપ્પા રવિન્દ્ર, શ્વેતાભ સુમન, રામ કુમાર ભાર્ગવ અને વિવેક બત્રા સામેલ હતા.

આ પણ વાંચો, આ ખૂબીઓના કારણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આવા અધિકારીઓની યાદી બનાવી છે જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે અને તે પોતાની ફરજ મુજબ કામ નથી કરી રહ્યા તેમને કેન્દ્ર સરકાર નિયમ 56 મુજબ સેવાનિવૃત્ત કરવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ અનેક સીનિયર અધિકારીઓને આર્ટિકલ 56 હેઠળ સેવાનિવૃત્ત કરવામાં આવ્યા છે. મોદી સરકારે આ પહેલા પોતાના કાર્યકાળમાં જ આવા અધિકારીઓના કામના આધારે મૂલ્યાંકન કરી ચૂકી હતી.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...