Home /News /business /ESIC Benefit: જો તમારો પગાર પણ 21 હજારથી ઓછો છે તો સરકાર આપશે આ સુવિધા, નહીં રહે કોઈ ચિંતા
ESIC Benefit: જો તમારો પગાર પણ 21 હજારથી ઓછો છે તો સરકાર આપશે આ સુવિધા, નહીં રહે કોઈ ચિંતા
ESIC નો લાભ એવા કર્મચારીઓ માટે છે જેમની માસિક આવક રૂ.21,000 અથવા તેનાથી ઓછી છે.
ESIC Benefit: જો તમે 21,000 રૂપિયાથી ઓછી આવક ધરાવો છો તો આ માહિતી તમારા માટે અતિ મહત્વપૂર્ણ છે. સરકાર તેવા લોકોને આ સુવિધા આપવા જઈ રહી છે. ચાલો જાણીએ તેના વિષે વિસ્તારથી.
ESIC Scheme: કેન્દ્ર સરકાર બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરોને ખાસ સુવિધા આપે છે. સરકાર એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નોકરી કરનારાઓને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. ESIC નો લાભ એવા કર્મચારીઓ માટે છે જેમની માસિક આવક રૂ.21,000 અથવા તેનાથી ઓછી છે. જો કે દિવ્યાંગજનના કિસ્સામાં આવક મર્યાદા 25,000 રૂપિયા છે.
કોને લાભ મળે છે
ESIC એ ટ્વિટ કરીને કહ્યું કે, કર્મચારી રાજ્ય વીમા યોજના એ વીમાધારક વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષા યોજના છે. સંસ્થામાં 10 કે તેથી વધુ કર્મચારી કાર્યરત હોય તો આ યોજના લાગુ કરવામાં આવે છે. આ યોજનામાં કર્મચારી અને કંપની બંને ફાળો આપે છે. વધુ માહિતી માટે http://esic.nic.in પર જઈને જાણી શકો છો.
આ યોજનામાં કર્મચારી અને કંપની બંનેનું યોગદાન હોય છે. કર્મચારીના પગારમાંથી 0.75 ટકા અને 3.25 ટકા કંપની તરફથી આપવામાં આવે છે. આ યોજના કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે.
આ રીતે કરો રજીસ્ટ્રેશન
ESIC માટે નોંધણી કંપની વતી કરવામાં આવે છે. આ માટે કર્મચારીએ પરિવારના સભ્યો વિશે માહિતી આપવી પડશે. નોમિની પણ કર્મચારીએ નક્કી કરવાના રહેશે.
આ યોજના હેઠળ આવનારા કર્મચારીઓ અને તેના પર નિર્ભર લાભાર્થીઓને ઘણા પ્રકારના ફાયદાઓ મળે છે. જેમાં ખાસ તો કર્મચારી અને તેના પરિવારને મેડિકલ સુવિધાઓ મળતી રહે છે. તેમાં હોસ્પિટલ સવલત, દવાઓ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી.
કર્મચારીને જો કોઈ બીમારી છે અને તેના લીધે તે નોકરી કરવા સમર્થ નથી તો ESI તેના પગારના 70% રકમ આપશે. આ સિવાય મહિલાઓને મેટરનિટી લિવ પણ મળે છે. તેની સાથે 6 મહિનાનો પગાર પણ આપવામાં આવે છે. જે ESIC દ્વારા આપવામાં આવે છે.
મૃત્યુ બાદ
જો કર્મચારીનું મૃત્યુ થાય છે તો અંતિમ સંસ્કાર માટે ESIC રૂપિયા 15,000 આપે છે. બીમાર વ્યક્તિની મૃત્યુ બાદ તેના આશ્રિત વ્યક્તિને પેન્સન આપવામાં આવે છે. જેની ચુકવણી આજીવન કરવામાં આવશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર