સરકારી કર્મચારીઓને જલ્દી મળી શકે છે ગુડ ન્યૂઝ, પગારમાં વધારે DAનો ફાયદો મળે તેવી શક્યતા

એવી શક્યતા છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલાં મોંધવારી ભથ્તામં વધારો થઈ શકે છે.

News18 Gujarati
Updated: February 12, 2019, 7:42 AM IST
સરકારી કર્મચારીઓને જલ્દી મળી શકે છે ગુડ ન્યૂઝ, પગારમાં વધારે DAનો ફાયદો મળે તેવી શક્યતા
કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને રિઝવવા માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરે તેવી શક્યતા છે.
News18 Gujarati
Updated: February 12, 2019, 7:42 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ સાતમાં પગાર પંચના વધારાથી ખુશ નથી. કર્મચારીઓ સાતમામ પગાર પંચ બાદ પગારની મિનિમમ રકમના વધારાની માંગણી કરી રહ્યાં છે. જોકે, આ અંગે સરકારે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. તાજેતરમાંજ પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, એવા સંકેતો મળી રહ્યાં છે કે આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓની ગુડ ન્યૂઝ મળી શકે છે.

થોડા દિવસો પહેલાં નેશન જોઇન્ટ કાઉન્સિલ ઑફ એક્શન (NJCA)ના ચિફ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પગાર વધારવા માટે ગંભીર છે. જોકે, સાતમાં પગાર પંચ અંતર્ગત બેઝિક પે માટે ફિટમેન્ટ સેક્ટર વધવાની શક્યતા નહિવત્ત છે. એવી શક્યતા છે કે 2019ની ચૂંટણી પહેલાં મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં વધારો થઈ શકે છે.

બીજી બાજુ પગાર વધારાની માંગ અંગે જાત જાતના સવાલો સર્જાઈ રહ્યાં ચે. જો સરકાર મિનિમમ પગાર અંગે કોઈ નિર્યણ લે તો તેના માટે ફન્ડ ક્યાંથી આવશે. કેન્દ્રીય કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને પીછે હઠ કરવા તૈયાર નથી. હવે આ સ્થિતિમાં DAમાં વધારો થવાની શકયતાઓ જોવાઈ રહી છે. જાણકારોના મતે આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓને રિઝવવા માટે કેન્દ્ર સરકાર આ પગલું ભરી શકે છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...