Home /News /business /Government Scheme: મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાનો લાભ ઉઠાવો, જાણો તેના વિષે A to Z

Government Scheme: મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ યોજનાનો લાભ ઉઠાવો, જાણો તેના વિષે A to Z

મહત્તમ જમા રકમ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Mahila Samman Savings Certificate: જો તમે પણ સરકારની આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો.

Mahila Samman Savings Certificate: નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મહિલાઓ માટે 'મહિલા સન્માન બચત પ્રમાણપત્ર' યોજના રજૂ કરી છે. 'મહિલા સન્માન બચત પ્રમાણપત્ર' નાની બચત યોજના દ્વારા મહિલાઓ અને યુવતીઓને ડિપોઝીટની સુવિધા આપવામાં આવશે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવામાં આવશે. જો તમે પણ સરકારની આ સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો અમે જણાવી રહ્યા છીએ તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી બજેટ 2023માં મહિલાઓ માટે 'મહિલા સન્માન બચત પ્રમાણપત્ર'ની જાહેરાત કરી હતી. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર હેઠળ, મહિલાઓ અને છોકરીઓને નાની બચત યોજનામાં એકસાથે રકમ જમા કરાવવાની સુવિધા આપવામાં આવે છે. આ યોજનાનો સમયગાળો 2 વર્ષનો રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Shark Tank India Season 2: 18 વર્ષનો છોકરો પહોંચ્યો ફંડ માંગવા, શાર્ક પણ આશ્ચર્યચકિત! ફેન્સ બોલ્યા અમારો જન્મ નકામો

કુલ કેટલી રકમ જમા કરાવી શકાય છે - આ ડિપોઝીટ મહિલા અથવા બાળકીના નામે કરી શકાય છે. મહત્તમ જમા રકમ 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

શું છે વ્યાજ દર


રોકાણ યોજનામાં 7.5 ટકાનો નિશ્ચિત વ્યાજ દર ઓફર કરવામાં આવ્યો છે. જે મોટાભાગની બેંક ફિક્સ્ડ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, PPF, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી અન્ય લોકપ્રિય રોકાણ યોજનાઓ કરતાં વધારે છે.

પરિપક્વતા તારીખ- મહિલા સન્માન બચત પત્ર હેઠળ એકસાથે ડિપોઝિટની સુવિધા 2023 થી 2025 વચ્ચેના બે વર્ષ માટે રહેશે.

આ પણ વાંચો:મોટા સમાચાર: મહારાષ્ટ્રમાં અમૂલ દૂધના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો, જોઈ લો હવે કેટલામાં મળશે થેલી

કર લાભ- નાની બચત યોજનાઓ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સ્મોલ સેવિંગ્સ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, અને સુકન્યા સમૃદ્ધિ યોજના સ્કીમ સેક્શન 80C હેઠળ લાયકાત ધરાવતા લોકો માટે કર લાભો મળે છે. જો કે, યોજનાનું કરવેરા માળખું હજુ સુધી જાણી શકાયું નથી.

ઉપાડની મર્યાદા શું છે- ભારત સરકારે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં આંશિક ઉપાડની સુવિધાને મંજૂરી આપી છે.



ખાતું કેવી રીતે અને ક્યાં ખોલવું- સરકાર દ્વારા હજુ સુધી યોજનાની વિગતો શેર કરવામાં આવી નથી. જો કે, વિશ્લેષકોનું માનવું છે કે આ યોજના 1 એપ્રિલ, 2023 થી કોઈપણ સરકારી બેંકોમાં ખોલી શકાય છે.
First published:

Tags: Budget 2023, Business news, Government scheme

विज्ञापन