GSTને કારણે સરકારી ખજાનો ભરાયો, ઓગષ્ટમાં 90,669 કરોડનો જનતાએ ભર્યો ટેક્સ

GSTને કારણે સરકારી ખજાનો ભરાયો, ઓગષ્ટમાં 90,669 કરોડનો જનતાએ ભર્યો ટેક્સ
અલગ અલગ સ્લેબ હેઠળ 25 સેપ્ટેમ્બર સુધી ચુકવવામાં આવેલી GSTની કૂલ રકમ 90.669 કરોડ રૂપિયા છે. ઓગષ્ટમાં જે બિઝનેસમેન્સ દ્વારા રિટર્ન દાખલ કરવામાં આવ્યું હતું તેમની કૂલ સંખ્યા 68.20 લાખ છે.

અલગ અલગ સ્લેબ હેઠળ 25 સેપ્ટેમ્બર સુધી ચુકવવામાં આવેલી GSTની કૂલ રકમ 90.669 કરોડ રૂપિયા છે. ઓગષ્ટમાં જે બિઝનેસમેન્સ દ્વારા રિટર્ન દાખલ કરવામાં આવ્યું હતું તેમની કૂલ સંખ્યા 68.20 લાખ છે.

  • Share this:
    GSTથી સરકારી ખજાનામાં 90,669 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની જનતાએ આટલી મોટી રકમ ટેક્સ પેટે ચુકવી છે. જ્યારે અત્યાર સુધીમાં માત્ર 55 ટકા વેપારીઓએ જ તેમનું રિટર્ન ફાઇલ કર્યુ છે. નાણા મંત્રાલયનાં એક નિવેદમાં મંગળવારે આ વાતની જાહેરાત કરવામાં આવી છે.

    અલગ અલગ સ્લેબ હેઠળ 25 સેપ્ટેમ્બર સુધી ચુકવવામાં આવેલી GSTની કૂલ રકમ 90.669 કરોડ રૂપિયા છે. ઓગષ્ટમાં જે બિઝનેસમેન્સ દ્વારા રિટર્ન દાખલ કરવામાં આવ્યું હતું  તેમની કૂલ સંખ્યા 68.20 લાખ છે. જેમાં 37.63 લાખે GSTR 3B હેઠળ રિટર્ન દાખલ કર્યુ છે. ઓગષ્ટ મહિના માટે GST અને GSTR 3B રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 20 સ્પટેમ્બર હતી.



    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓગષ્ટમાં સેન્ટ્રલ GST હેઠળ કૂલ 14,402 કરોડ રૂપિયા અને સ્ટેટ GST હેઠળ 21,067 કરોડ રૂપિયા અને એકીકૃત GST હેઠળ 47,377 કરોડ રૂપિયા જમા થયા છે. (જેમાં આયાતથી IGST હેઠળ 23,180 કરોડ રૂપિયા) અને વળતર હેઠળ 7,823 કરોડ રૂપિયા (જેમાં 547 કરોડ રૂપિયા આયાતથી) જમા થયા છે.

    આ કૂલ ધનરાશિમાં 10.24 લાખ તે બિઝનેસમેનને શામેલ કરવામાં નથી આવ્યાં. જેમણે GST ચુકવ્યો છે. તેમણે સમાયોજન યોજનાને વિકલ્પ તરીકે પસંદ કર્યો છે.
    Published by:News18 Gujarati
    First published:September 27, 2017, 12:15 IST