નવી દિલ્હીઃ વ્યાજ દર વધારવાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધાર્યા છે. એપ્રિલ-જૂન માટે NSC પર 7.7 ટકા વ્યાજ મળશે. સરકારે કિસાન વિકાસ પત્રને લઈને પણ મોટી જાહેરાત કરી છે. હવે આ સ્કીમ પર વ્યાજ દર વધારીને 7.5 ટકા કરી દેવામાં આવ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરીએ તો હવે તેના પર 8.0 ટકા વ્યાજ મળશે.
એપ્રિલથી જૂન 2023 ક્વાટર માટે આ વ્યાજ વધારો લાગૂ થશે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સીનિયમ સિટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સ્કીમ, બધા પ્રકારની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ પર વ્યાદ દર વધારવામાં આવ્યા છે.
નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ક્વાટરથી આ વ્યાજ દર અમલમાં
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે વ્યાજ દર 8 ટકાથી વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં હવે 7.2 ટકાની જગ્યાએ 7.5 ટકાના દરે વ્યાજ મળશે. સાથે સરકારે 1,2,3 અને 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝીટના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. મંથલી ઈનકમ એકાઉન્ટ સ્કીમ્સ પર વ્યાદ દરોને 7.1 ટકાથી વધારીને 7.4 ટકા કરી દેવામાં આવ્યા છે. જ્યારે 5 વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર હવે 5.8 ની જગ્યાએ 6.2 ટકાના દરે વ્યાજ મળશે.
સરકારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દરોમાં કોઈ વધારો કર્યો નથી. પીપીએફ પર પહેલાની જેમ જ વ્યાજ મળતું રહેશે. પીપીએફ યોજનામાં આ સમયે 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર