કર્મચારી મંત્રાલયની લેટેસ્ટ સૂચના અનુસાર, જે કર્મચારી 22 ડિસેમ્બર 2003 પહેલા જાહેરાત અથવા સૂચિત પોસ્ટ પર કેન્દ્ર સરકારની સેવામાં સામેલ થયા હતા, તે બધા જ કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) નિયમ, 1972 હેઠળ જૂની પેન્શન વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક આદેશ બહાર પાડતા કેટલાક કર્મચારીઓને જૂની પેન્શન વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. કર્મચારી મંત્રાલયની લેટેસ્ટ સૂચના અનુસાર, જે કર્મચારી 22 ડિસેમ્બર 2003 પહેલા જાહેરાત અથવા સૂચિત પોસ્ટ પર કેન્દ્ર સરકારની સેવામાં સામેલ થયા હતા, તે બધા જ કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) નિયમ, 1972 હેઠળ જૂની પેન્શન વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરી શકે છે. નેશનલ પેન્સન સિસ્ટમ 22 ડિસેમ્બર 2003 ના રોજ સૂચિત કરવામાં આવી હતી. મંત્રાલયની તરફથી કહેવામાં આવ્યું હતુ, કે સરકારી કર્મચારીઓનું પસંદીદા ગ્રુપ 31 ઓગસ્ટ, 2023 સુધી આ વિકલ્પને પસંદ કરી શકે છે. એકવાર તેને પસંદ કર્યા પછી તેને બદલી શકાશે નહિ.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, મંત્રાલયે કહ્યું કે, નાણાકીય સેવા વિભાગ, કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ, વ્યય વિભાગ અને કાનૂની મામલે વિભાગની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, સરકારી કર્મચારીઓ જે વિકલ્પ પ્રયોગ કરવાના પાત્ર છે. પરંતુ નિર્ધારિત તારીખ સુધી આ વિકલ્પને પસંદ કરતા નથી, તો તેમને નેશનલ પેન્શન સિસ્ટમ દ્વારા કવર કરવામાં આવશે.
કર્મચારી મંત્રાલેય કહ્યું કે, જો સરકારી કર્મચારી, સીસીએસ (પેન્શન) નિયમ, 1972 પહેલા કવરેજની શરતો પૂરી કરે છે, તો આ સંબંધમાં જરૂરી આદેશ 31 ઓક્ટોબર, 2023 સુધી જારી કરવામાં આવશે. જો જૂની પેન્શન વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે, તો તેમનું એનપીએસ ખાતું 31 ડિસેમ્બર 2023ના રોજ બંધ થઈ જશે.
જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને એક નિશ્ચિત પેન્શન મળે છે. એક કર્મચારી પેન્શનના રૂપમાં અંતિમ રકમના 50 ટકા મેળવવા માટે હકદાર હોય છે. જૂની પેન્શન યોજનાને લઈને એનડીએ સરકારે 2003માં 1 એપ્રિલ 2004થી બંધ કરી દીધી હતી. જ્યારે નવી પેન્શન યોજના હેઠળ કર્મચારી તેમના મૂળ વેતનના 10 ટકા પેન્શન માટે યોગદાન કરે છે. જ્યારે આમાં સરકાર 14 ટકા યોગદાન કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર