સરકારે ઓનલાઇન દવાઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ?

News18 Gujarati
Updated: December 4, 2019, 4:54 PM IST
સરકારે ઓનલાઇન દવાઓના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ?
પ્રતિકાત્મક તસવીર

આ વેચાણ પર પ્રતિબંધ અંગે તમામ રાજ્યોમાં એક સર્કુલેટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

  • Share this:
ઓનલાઇન દવાઓની ખરીદી પર એક મહત્વપૂર્ણ ખબર આવી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાઓએ ઓનલાઇન દવાઓ વેચતા તેના પ્લેટફોર્મ જેની પાસે લાયસન્સ નથી તેમના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વેચાણ પર પ્રતિબંધ અંગે તમામ રાજ્યોમાં એક સર્કુલેટ પણ જાહેર કરવામાં આવ્યો છે. લાઇવ મિંટના રિપોર્ટ મુજબ જ્યાં સુધી નિયામક એજન્સી, ઇ-ફાર્મેસીસને લઇને નિયમ કાનૂન ડ્રાફ્ટ રૂપે તૈયાર નથી થતા ત્યાં સુધી સરકારે આ મામલે કેટલાક પ્રતિબંધ મૂક્યા છે.

નિયમોને લઇને પ્રસ્તાવ છે કે ઇ ફાર્મેસીસનો સરકાર સાથે રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. અને તેમને ડોક્ટરો અને દર્દીઓને આપેલા પ્રિસ્ક્રિપ્શન્સનો રેકોર્ડ પણ રાખવો પડશે. વેબસાઇટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેન્ડર્ડ કંટ્રોગ ઓર્ગેનાઇજેશનના સુત્રના હવાલેથી કહ્યું છે કે ઇ ફાર્મેસીસથી જોડાયેલા નિયમ કાનૂન પર હાલ કામ ચાલી રહ્યું છે.

DCGIના હેડ વી.જી.સોમાનીએ 28 નવેમ્બર એક પત્ર લખીને આદેશ આપ્યો છે. આ આદેશ પછી આ વેપારમાં પૈસા લગાવી ચૂકેલા અનેક પ્લેટફોર્મ અત્યારે મુશ્કેલીમાં મૂકાયા છે. DCGI પોતાના લેટરમાં 12 ડિસેમ્બર, 2019ના રોજ દિલ્હી હાઇકોર્ટના એક આદેશના હવાલો આપ્યો છે. આ કેસ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જહીર અહમદે કોર્ટ સામે મૂક્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દવાઓની ઓનલાઇન બ્રિકી પર રોક લગાવવી જોઇએ કેમકે ઇ ફોર્મેસીસની પાસે કોઇ લાઇસન્સ નથી હોતું જેનાથી Drugs અને Cosmetics એક્ટનું ઉલ્લંધન થાય છે.
First published: December 4, 2019, 4:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading