Home /News /business /21 સરકારી બેંકો સાથે એક વર્ષમાં 25,775 કરોડ રૂપિયાની છેતરપિંડી: આરટીઆઈ

21 સરકારી બેંકો સાથે એક વર્ષમાં 25,775 કરોડ રૂપિયાની છેતરપિંડી: આરટીઆઈ

    ઈન્દોર : દેશના બેંકિંગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં છેતરપિંડાના કારણે નાણાકિય વર્ષ 2017-18માં સરકારી ક્ષેત્રની 21 બેંકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.

    સૂચના અધિકાર (આરટીઆઈ) હેઠળ પ્રાપ્ત જાણકારીમાં ખુલાસો થયો છે કે, પાછલા નાણાકિય વર્ષમાં બેંકિંગ છેતરપિંડીના અલગ-અલગ કેસોના કારણે બેંકોને કુલ મળીને લગભગ 25,775 કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું છે.

    મધ્ય પ્રદેશના રહેવાસી અને સમાજિક કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે રવિવારે જણાવ્યું કે, તેમની આરટીઆઈ અરજી પર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના એક અધિકારીએ તેમને આ જાણકારી આપી છે.

    આરટીઆઈ હેઠળ ગૌડને મળેલી જાણકારીથી ખબર પડી છે કે, નાણાકિય વર્ષ 2017-18માં છેતરપિંડીના અલગ-અલગ કેસોમાં પંજાબ નેશનલ બેંક (પીએનબી)ને સૌથી વધારે 6461.13 કરોડ રૂપિયાનું નુકશાન થયું. આરબીઆઈથી પ્રાપ્ત જાણકારીમાં બેંકિંગ છેતરપિંડી વિશે એકપણ કેસ વિશે વિશેષ માહિતી આપવામાં આવી નથી.

    જોકે, પીએનબી સાર્વજનિક ક્ષેત્રમાં દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક છે અને હાલના દિવસોમાં 13,000 કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડીના કેસો સામે ઝઝૂમી રહી છે. ઘરેલૂ બેંકિંગ ક્ષેત્રના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા ઘોટાળો આ વર્ષની શરૂઆતમાં બહાર આવ્યું. ડાયમંડ વેપારી નીરવ મોદી અને ગીતાજંગી જેમ્સના પ્રમોટર મેહુલ ચોકસીએ આ ઘોટાળાને પીએનબીના કેટલાક અધિકારીઓ સાથે મળીને કર્યો.

    પ્રાપ્ત જાણકારી અનુસાર, 31 માર્ચે સમાપ્ત નાણાકિય વર્ષમાં દેશની સૌથી મોટી બેક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)ને છેતરપિંડીના અલગ-અલગ કેસોમાં 2390.75 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો.

    આ સમયગાળામાં બેંકિંગ છેતરપિંડીના અલગ-અલગ બાબતોમાં બેંક ઓફ ઈન્ડિયાને 2224.86 કરોડ રૂપિયા, બેંક ઓફ બરોડાને 1928.25 કરોડ રૂપિયા, ઈલાહાબાદ બેંદને 1520.37 કરોડ રૂપિયા, આંધ્રા બ્રેંકને 1303.30 કરોડ રૂપિયા, યૂકો બેંકને 1224.64 કરોડ રૂપિયા, આઈડીબીઆઈ બેંકને 1116.53 કરોડ રૂપિયા, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાને 1095.84 કરોડ રૂપિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાને 1084.50 કરોડ રૂપિયા, બેંક ઓફ મહારાષ્ટ્રને 1029.23 કરોડ રૂપિયા અને ઈન્ડિયન ઓવરસીજ બેંકને 1015.79 કરોડ રૂપિયાનું નુકશાન થયું.

    જ્યારે, કોર્પોરેશન બેંકને 970.80 કરોડ રૂપિયા, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને 880.53 કરોડ રૂપિયા, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને 650.28 કરોડ રૂપિયા, સિન્ડિકેટ બેંકને 455.05 કરોડ રૂપિયા, કેનેરા બેંકને 190.77 કરોડ રૂપિયા, પંજાબ એન્ડ સિંધ બેંકને 90.01 કરોડ રૂપિયા, દેના બેંકને 89.25 કરોડ રૂપિયા, વિજયા બેંકને 28.58 કરોડ રૂપિયા અને ઈન્ડિયન બેંકને 24.23 કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવવું પડ્યું.

    આરબીઆઈએ જાણકાપી આપતી વેળાએ સ્પષ્ટ કર્યું છે કે, આમાં માત્ર છેતરપિંડીના કેસ સામેલ છે, જેના દરેક પ્રકરણમાં બેંકોને એક લાખ રૂપિયાથી વધારેનો ચૂનો લાગી ચૂક્યો છે. જોકે, આરસીબીઆઈ દ્વારા આપેલા જવાબમાં તે જણાવવામાં આવ્યું નથી કે, પાછલા નાણાકિય વર્ષમાં સંબંધિત બેંકોમાં છેતરપિંડીના કુલ કેટલા કેસ સામે આવ્યા અને આની પ્રકૃતિ કેવી રીતની હતી.

    જવાબમાં તે પણ સ્પષ્ટ નહતું કે, આ બાબતોમાં લોન સંબંધી છેતરપિંડીના પ્રકરણ સામેલ છે કે નહી

    આ વચ્ચે અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીએ બેંકિંગ છેતરપિંડીથી દેશની 21 સરકારી બેંકોને ભારે નુકશાનના આંકડાઓને ખુબ જ ચિંતાજનક ગણાવ્યા હતા. તેમને કહ્યું કે, આવી બાબતો પર અંકુશ માટે સરકાર અને આરબીઆઈ દ્વારા સંબંધિત જોગવાઈઓને કડક કરવી જોઈએ.

    ભંડારીએ કહ્યું, છેતરપિંડીના કેસોથી ન માત્ર બેંકોને મોટા આર્થિક નુકશાન થઈ રહ્યાં છે, તે ઉપરાંત તેમના દ્વારા ભવિષ્યમાં લોન દેવાની સંભાવનાઓ પર પણ વિપરીત અસર પડી રહી છે. સ્વભાવિક છે કે, આ સ્થિતિ અર્થવ્યવસ્થાના હિતમાં ક્યારેય નથી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: PNB, SBI Loan, એસબીઆઇ

    विज्ञापन
    विज्ञापन