કેબિનેટનો મોટો નિર્ણય : 1,540 સહકારી બેન્કો RBI હેઠળ આવશે, ગ્રાહકોને થશે ફાયદો

કેબિનેટનો મોટો નિર્ણય : 1,540 સહકારી બેન્કો RBI હેઠળ આવશે, ગ્રાહકોને થશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર

નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં સહકારી બેન્કોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રાકશ જાવડેકરે ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરીને આ નિર્ણયની જાણકારી આપી છે. નવા નિર્ણય અંતર્ગત હવે સરકારી બેન્કો આરબીઆઈની દેખરેખમાં આવી જશે. આના કારણે ગ્રાહકોના રૂપિયા સુરક્ષિત રહેશે.

  આવશે વટહુકમ :  સહકારી બેન્કોને આરબીઆઈ અંતર્ગત રાખવાને લઈ વટહુકમનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતાધારકોની ચિંતાઓને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.  નિયમોમાં ફેરફાર બાદ પણ સહકારી બેન્કોના પ્રબંધનની જવાદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે. આ ફેરફાર બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા લેવામાં આવ્યો છે, અને આ બેન્કોમાં સીઈઓની નિયુક્તિ માટે જરૂરી લાયકાતની મંજુરી આરબીઆઈ પાસે લેવી પડશે.  બેન્કિંગ નિયમન એક્ટમાં ફેરફાર કરી સરકારી બેન્કોને મજબૂતી પ્રદાન કરવામાં આવી છે. હાલમાં દેશભરમાં સહકારી બેન્કોમાં 8.60 લોકોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા જમા છે. સહકારી બેન્કોના નિયમન આરબીઆઈ અનુસાર, કરવામાં આવશે. તેનું ઓડિટ પણ આરબીઆઈ નિયમ હેઠળ થશે. જો કોઈ બેન્ક નાણાકીય સંકટમાં ફસાય છે તો, તેના બોર્ડ પર દેખરેખ પણ આરબીઆઈ જ રાખશે.
  First published:June 24, 2020, 16:14 pm

  टॉप स्टोरीज