Home /News /business /નવા વર્ષમાં ખેડૂતો માટે ખુશખબર! આવકમાં બમ્પર વધારાની આશા, સરકાર લગાવી રહી છે એડીચોટીનું જોર

નવા વર્ષમાં ખેડૂતો માટે ખુશખબર! આવકમાં બમ્પર વધારાની આશા, સરકાર લગાવી રહી છે એડીચોટીનું જોર

યુવા ખેડૂતો ટેક્નોલોજી તરફ વળી રહ્યા છે.

નવા વર્ષની શરૂઆત થતાની સાથેજ ખેડૂતો માટે સરકાર કાર્યરત બની છે. જેમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ સુધરે અને ખેડૂતોનો ખેતી પ્રત્યેનો રસ જળવાયેલો રહે તે માટે સરકાર કમર કસી રહી છે. ચાલો જાણીએ ખેડૂતોને ક્યાં લાભો પ્રાપ્ત છે અને સુ છે સરકારની રણનીતિ.

વધુ જુઓ ...
  વર્ષ 2022 ખેડૂતો માટે થોડું પડકાર ભર્યું રહ્યું. પરંતુ નવું વર્ષ એટલે કે 2023માં સૌવ કોઈને આશા છે કે તેમાં સકારાત્મક સુધારો વર્તાય. તેથી આ વર્ષમાં ખાસ તો ખેડૂતોને શું લાભ થશે અને શું મુશ્કેલીઓ આવશે તે તો હવેનો સમય બતાવશે. દેશની મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત મથામણ કરી રહી છે. જેના ભાગ રૂપે ઘણા અંશે સરકારને સફળતા પણ મળી છે. સરકારનો દાવો છે કે ખેડૂતોની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. પરંતુ સરકાર આ ક્ષેત્રે હજુ પણ ઘણી યોજનાઓ લાવી રહી છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્નશીલ છે.

  પીએમ કિસાન સન્માન નિધિ યોજના


  આ યોજના મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના કુલ ત્રણ હપ્તા પેટે ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઘણી શરતો પણ છે. તેમ છત્તા ઘણા ખેડૂતોનું માનવું છે કે તેમને પણ આ રકમ મળવી જોઈએ. જેથી ઘણા ખેડૂતો આ યોજનામાં લાભાર્થી બનવા સરકાર સમક્ષ માંગણી પણ કરી રહ્યા છે. સરકારનું માનવું છે કે અનિશ્ચિત આર્થિક વળતર મેળવતા ખેડૂતો માટે આ રકમ આશીર્વાદ રૂપ છે.

  આ પણ વાંચો:Gold Silver Price Today: સોના ચાંદીમાં આજે ફરી ઉછાળો, જુઓ તમારા શહેરની કિંમતો

  વધી શકે છે પીએમ કિસાન સમ્માન નિધિ રકમ


  જે ખેડૂતો બીજાની જમીન ખેડી રહ્યા છે અને જેઓ મજૂરો છે તેઓ સરકાર પાસે આ રકમની માંગણી કરી રહ્યા છે. આ સિવાય જો એક્સપર્ટનું માનીએ તો સરકાર આ રકમમાં વધારો કરી શકે છે. જે રૂ.6000 ને બદલે 8000 થી 10,000 રૂપિયા સુધી થઇ શકે છે. આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ કૃષિ ક્ષેત્રે વધત ખર્ચને પહોંચી વળવાનું છે. તેમ છતાં જોઈએ તો આ રકમથી ખેડૂતોને ઘણો ફાયદો થઇ રહ્યો છે.

  પ્રધાનમંત્રી કુસુમ યોજના


  ખેતી માટે સૌવથી ખર્ચાળ સાધનમાં ડીઝલ અને વીજળીનો સમાવેશ થાય છે. હાલના સમયમાં ડીઝલની કિંમત ઘાઈ વધી ગઈ છે. પરંતુ તેની સામે ખેડૂતોનો દાવો છે કે એ મુજબ ઉપજનો ભાવ મળી રહ્યો નથી. સરકારે આ મુશ્કેલીના સમાધાન માટે પ્રધાનમંત્રી કુસુમ યોજનાની શરૂઆત કરી છે. જેમાં ખેડૂતોને સબસીડી અને લોન સાથે સોલાર પેનલ માટેની સહાયતા મળી રહે છે. જેની મદદથી ખેડૂત એકદમ ઓછા ખર્ચે વીજળી ઉત્પાદન કરી શકે. આ સિવાય જો વીજળીનું ઉત્પાદન વધે તો તેને સરકારને જ વેંચીને તેમાંથી વધારાની આવક પણ ઉભી કરી શકે.

  આ પણ વાંચો:આ મલ્ટિબેગર શેરમાં રોકાણકારોને વધુ એકવાર જલસા, સ્પ્લિટ થઈ એકના 10 શેર બનશે

  નૈનો યુરિયા અને નૈનો ડીએપી


  આપણા દેશમાં ખેતી સંબંધિત સંશોધન અને ખેતી સંબંધિત જરૂરી વસ્તુઓનું ઉત્પાદન ઇફ્કો દ્વારા કરવામાં આવે છે. હમણાં આ સંસ્થાએ નૈનો યુરિયાની ભેટ ખેડૂતોને આપી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સારી ગુણવત્તાનું ખાતર આપવાનો હતો અને તે પણ ઓછી કિંમતે. આ સફળતા બાદ ઇફ્કો હવે નૈનો યુરિયા માટે પ્રયાણ કરી રહી છે. સરકારને આશા છે કે તેનાથી ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતોની આવકમાં વધારો થશે અને તેઓની આર્થિક સ્થિતિ વધુ સારી બનશે.

  ખેડૂતોનું વિઝન બદલવામાં આવશે


  સામાન્ય રીતે ખેડૂતો ઘઉં, ચોખા જેવા રોજિંદા પાકો લઇ રહ્યા છે. પરંતુ સરકારનું ધ્યાન કંઈક અલગ દિશામાં ખેંચાઈ રહ્યું છે. આ પણ દેશ અને વિશ્વમાં જાડુ(બરછટ) અનાજની માંગ જોવા મળી રહી છે. આ અનાજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. આ સિવાય આગામી વર્ષ 2023ને સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે. તેથી સરકાર હવે ખેડૂતોને પણ આ દિશામાં કાર્યરત કરવા માટે પ્રોત્સાહિત કરશે.


  પ્રધાનમંત્રી પાક વીમા યોજના


  આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને પાક વીમો આપી રહી છે. પરંતુ આ વર્ષે સરકાર આ યોજનામાં પણ ફેરફાર કરશે અને તે ખેડૂતોના હિતમાં રહેશે. જે અંતર્ગત ખેડૂતો હવે સરળતાથી પાક વીમો કરાવીને મળતી આર્થિક સહાયતા ઝડપી મેળવી શકશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. આ વર્ષે અનેક રાજ્યોએ પણ પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં રસ દાખવ્યો છે.

  ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ


  સરકાર ઈચ્છી રહી છે કે ખેડૂતોનું આર્થિક ધોરણ ત્યારેજ સુધરશે જયારે તેઓ ખેતીમાં અવનવા પ્રાયોની સાથે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા થશે. તેના માટે સમયાંતરે ગામડાઓમાં વિવિધ કેમ્પોનું આયોજન કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પરંપરાગત ખેતી સામે હવે ખેડૂતો હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરે એ અતિ જરૂરી છે. જેમાં ડ્રોન, ટપક સિંચાઈ, નેટ હાઉસ, ગ્રીન હાઉસ, પોલી હાઉસ, વાતાનુકુલિત પોલી હાઉસ, ફુવારા પધ્ધતિ વગેરેનો સમાવેશ કરી શકાય છે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Agricultural, Business news, Farmers News, Government scheme, Latest News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन