જમ્મુ કાશ્મીરના ખેડૂતોથી સફરજન ખરીદવા માટે માર્કેટ ઇન્ટરવેશન સ્કીમના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે. આ નીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનટે 2019-20 માટે બનાવી હતી. જેને આ નાણાંકીય વર્ષથી લાગુ કરવામાં આવી છે. આ નીતિ હેઠળ કેન્દ્રીય ખરીદ એજન્સી એટલે કે નેફેડ, રાજ્ય નામિત એજન્સી અને માર્કે ટિક નિદેશાલય જમ્મુ કાશ્મીર સીધું ખેડૂતોથી 12 લાખ મેટ્રિક ટન સફરજન ખરીદશે.
સરકારે નૈફેડના આ અભિયાન માટે 2,500 કરોડ રૂપિયાની સરકારી ગેરંટીનો ઉપયોગ કરવાની અનુમતિ પણ આપી છે. આ દરમિયાન જો કોઇ નુક્શાન થાય છે તો 50-50 ના આધાર પર કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન વચ્ચે સમજૂતી કરવામાં આવશે.
ગત સત્રમાંમાં રચાયેલી નામાંકિત ભાવ સમિતિ આ સિઝનમાં પણ વિવિધ પ્રકારના સફરજન અને સફરજનના ગ્રેડના ભાવો માટે ચાલુ રાખવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના સંઘ વહીવટ નિયુક્ત મંડળોમાં પાયાની સુવિધાઓની જોગવાઈને સુનિશ્ચિત કરશે.
વધુ વાંચો :
Photo: ઈન્જેક્શન લઈ લઈને 'બાર્બી ડોલ' જેવો બની ગયો યુવક, 14 લાખનો કર્યો ધુમાડો, હવે પડી રહી છે આવી તકલીફ
ખરીદ પ્રક્રિયાને સરળ બનાવવા સમિતિની રચના કરવામાં આવશે. કેન્દ્રીય કક્ષાએ કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં રચાયેલી નિરીક્ષણ સમિતિ અને કેન્દ્ર શાસિત સ્તરે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં અમલીકરણ અને સંકલન સમિતિ દ્વારા ખરીદી પ્રક્રિયાના સરળ અને સતત અમલીકરણની દેખરેખ રાખવામાં આવશે.
કેન્દ્ર સરકારની આ ઘોષણા સફરજન ઉગાડનારાઓને અસરકારક બજાર પ્રદાન કરશે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાની સુવિધા પૂરી પાડશે. આ સફરજન માટે મહેનતાણુંની ખાતરી કરશે, જેના કારણે જમ્મુ-કાશ્મીરના ખેડૂતોની એકંદર આવક વધશે.
Published by:Chaitali Shukla
First published:October 22, 2020, 12:45 pm