લૉકડાઉનમાં નોકરી જવાનો ડર સતાવી રહ્યો છે? વાંચો સરકારે કંપનીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા

કોરોના સંકટ (Corona Crisis)ના આ સમયમાં અનેક કંપનીઓએ પોતાના બિઝનેસ મોડલને તાત્કાલિક સુધાર્યું છે. જેનો ફાયદો કંપની સાથે દેશને પણ મળી રહ્યો છે. વર્તમાનમાં માસ્ક (Mask) અને પીપીઇ કીટ (PPE kit)ની સૌથી વધુ ડિમાન્ડ છે. તેવામાં ટ્રાવેલ બેગ, યાત્રા અને ફેશન સાથે જોડાયેલા કંપની વાઇલ્ડક્રાફ્ટે આવનારા 60 દિવસમાં લગભગ 1 લાખ લોકોને કામ પર રાખી શકે છે. કોરોના વાયરસ સંકટને જોતા કંપનીએ યોજના બનાવી છે કે તે પર્સનલ સુરક્ષાથી જોડાયેલા સામન (PPG)નું નિર્માણ અને વિતરણ ઝડપથી કરશે.

શ્રમ મંત્રાલયનો કંપનીઓને આદેશ : કોરોનાને કારણે કોઈ કર્મચારી રજા લેશે લે તો તેને પણ ફરજ પર હાજર ગણવો

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ નામની વૈશ્વિક મહામારી (Corona Pandemic)ને કારણે દેશમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. આ કારણે અનેક સરકારી અને ખાનગી કંપનીના કર્મચારી (Employee)ઓ ઓફિસ નથી જઈ શકતા. આથી તેમને હવે નોકરી (Job) જવાનો ડર સતાવી રહ્યો છે. આ અંગે શ્રમ મંત્રાલયે (labour and employment department) કંપનીઓ માટે એડ્વાઇઝરી (Advisory)બહાર પાડી છે. શ્રમ મંત્રાલય સાથે જોડાયેલી માહિતીને ઈપીએફઓ (EPFO) એસએમએસ (SMS) મારફતે ખાતાધારકોને પહોંચાડી રહ્યું છે.

  નોંધનીય છે કે ઈપીએફઓએ ઈપીએસ પેન્શન ધારકોને સમય પર પેન્શન ચૂકવવાનો આદેશ કર્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ઈપીએસ (કર્મચારી પેન્શન યોજના) અંતર્ગત આવતા 65 લાખ લાભાર્થીઓને સમયસર પેન્શનની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે.

  આ પણ વાંચો : કોરોના લૉકડાઉન : આ વસ્તુઓ ખાવાનું ટાળો, બગડી શકે છે તમારું સ્વાસ્થ્ય  સરકારની એડ્વાઝરી શું છે? : કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને એક એડ્વાઇઝરી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના અથવા કોવિડ 19ને કારણે કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં ન આવે અથવા તેમનો પગાર પણ કાપવામાં ન આવે. શ્રમ તેમજ રોજગાર મંત્રાલયના સચિવ તરફથી આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

  જો કોઈ કર્મચારી કોરોના વાયરસના સંકટને કારણે રજા લે છે તો તેને ઓન ડ્યૂટી જ ગણવામાં આવશે અને આ માટે તેનો પગાર પણ નહીં કાપી શકાય. આ ઉપરાંત જો કોઈ ઓફિસ આવી મહામારીને કારણે બંધ થાય છે તો એવું માની લેવાશે કે ઓફિસના તમામ કર્મચારીઓ ફરજ પર છે.
  Published by:Vinod Zankhaliya
  First published: