ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્ર સરકારે કર્માચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફન્ડના વ્યાજ દર નક્કી કર્યા છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક પીરિયડ દરમિયાન 8 ટકાનો વ્યાજ દર રાખવામાં આવ્યો છે. અગાઉ પ્રથમ ત્રિમાસીક પીરિયડમાં પણ આજ વ્યાજદર રાખવામાં આવ્યો હતો. જીપીએફ એટલેકે જનરલ પ્રોવિડન્ટ ફન્ડ સરકારી કર્મચારી ખોલી શકે છે.
સરકારે નરિ્ણય લીધો છે કે 1 એપ્રિલથી લઈને 30 જુન સુધી જનરલ પ્રોવીડન્ટ ફન્ડનો વ્યાજદર 8 ટકા રાખવામાં આવશે. વ્યાજ દર કેન્દ્ર સરકારના કર્મચારી,રેલ કર્મચારી, અને સુરક્ષા દળોના પ્રોવીડન્ટ ફન્ડ પર લાગુ પડશે. આ વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં થાય.
આ ખાતામાં જમા રાશીનુી ચુકવણી કર્મચારીની નિવૃતી બાદ થાય છે. આ ફન્ડમાં જમા થયેલી રકમ ઇનકમ ટેક્સની સેક્સશન 80 સી અંતર્ગત ટેક્સની છૂટના દાયરામાં આવે છે. જીપીએફ ખાતામાં જમા થયેલી રકમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવશે.
આ ખાતુ ભારત સરકારના કર્મચારીઓ ખોલાવી શકે છે. આ ખાતુ ખોલાવવા માટે ચોક્કસ સેલેરી હોવા પણ અનિવાર્ય છે. આ ખાતામાં કર્મચારી પોતાના પગારમાંથી ચોક્કસ રકમ જમા કરાવે છે જેના બદલામાં નિવૃતિના સમયે તેમને એક સાથે આ રકમ આપવામાં આવે છે. કર્મચારી પોતાનો નૉમિની પણ આ ખાતા સાથે પસંદ કરી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર