Home /News /business /સરકાર Cryptoને લઈને એક્સનમાં! KYC વગર ટ્રેડિંગ કરશો તો મની લોન્ડરિંગનો કેસ થશે, દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવશે
સરકાર Cryptoને લઈને એક્સનમાં! KYC વગર ટ્રેડિંગ કરશો તો મની લોન્ડરિંગનો કેસ થશે, દરેક ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવશે
ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા (FIU India)ને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે.
Crypto Currency: સરકારે ક્રિપ્ટોકરન્સી અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ દેશમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈપણ ગેરકાયદેસર કામ કરવું મુશ્કેલ બનશે.
Crypto Currency: સરકારે ક્રિપ્ટોકરન્સી અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ દેશમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈપણ ગેરકાયદેસર કામ કરવું મુશ્કેલ બનશે. સરકારે ડિજિટલ સંપત્તિઓની દેખરેખને વધુ કડક બનાવવાના ઉદ્દેશ્ય સાથે ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ કરંસી પર મની લોન્ડરિંગ વિરોધી જોગવાઈઓ લાગુ કરી છે. એટલે કે, મની લોન્ડરિંગ સંબંધિત ભારતના કાયદા હવે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ પર પણ લાગુ થશે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હવે આવી સંપત્તિઓ પર લાગુ થશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે મંગળવારે એક નવું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
નાણા મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા (FIU India)ને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે.
એકવાર ક્રિપ્ટોકરન્સી પર મની લોન્ડરિંગનો નિયમ લાગુ થઈ જાય પછી, વહીવટીતંત્ર દેશની સરહદોની બહાર આ સંપત્તિઓના ટ્રાન્સફર પર નજર રાખી શકશે. આ ઉપરાંત, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ (VDA) સાથે કામ કરતા ક્રિપ્ટો એક્સચેન્જો અને મધ્યસ્થીઓએ હવે તેમના ગ્રાહકો અને પ્લેટફોર્મના વપરાશકર્તાઓની KYC કરવાની જરૂર પડશે.
નોટિફિકેશન જણાવે છે કે VDAમાં કાર્યરત એકમોને PMLA હેઠળ "રિપોર્ટિંગ એન્ટિટી" ગણવામાં આવશે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, રિયલ એસ્ટેટ, જ્વેલરી ક્ષેત્રે સંકળાયેલી સંસ્થાઓ તેમજ કેસિનો હવે 'રિપોર્ટિંગ એન્ટિટી' છે. આ કાયદા હેઠળ, દરેક રિપોર્ટિંગ એન્ટિટીએ તમામ વ્યવહારોનો રેકોર્ડ જાળવવો જરૂરી છે. આ કાયદા હેઠળ, દરેક રિપોર્ટિંગ એન્ટિટીએ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે 10 લાખ રૂપિયાથી વધુના તમામ રોકડ વ્યવહારોના રેકોર્ડ સહિત તમામ વ્યવહારોના રેકોર્ડ રાખવા જરૂરી છે.
ક્રિપ્ટો સંપૂર્ણપણે ખાનગી ચલણ છે. તે લેગર ટેન્ડર (કાનૂની ચલણ) નથી અને કોઈપણ સરકાર દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી. તેમજ તેના પર કોઈ સરકારી કે કેન્દ્રીય બેંકનું કોઈ નિયંત્રણ નથી. આના દ્વારા ડીજીટલ રીતે વ્યવહારો કરી શકાશે. બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા ક્રિપ્ટોકરન્સીને અલગ-અલગ જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે. બ્લોકચેન એક એવી ટેક્નોલોજી છે કે જેમાં ડિજિટલ કરન્સી બનાવવાની સાથે સાથે કોઈપણ વસ્તુને ડિજીટલ કરી શકાય છે અને તેનો રેકોર્ડ પણ રાખી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર