Home /News /business /E-Shram Yojana: શું છે ઈ-શ્રમ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણો કેવી રીતે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું
E-Shram Yojana: શું છે ઈ-શ્રમ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણો કેવી રીતે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું
ઈ-શ્રમ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી.
E-Shram Yojana: અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે તે ઈ-શ્રમ યોજનામાં નોંધણી કરાવી શકે છે. રજીસ્ટ્રેશન ઓનલાઈન છે. આ એક કાર્ડથી કામદારોને અનેક લાભો મેળવવાની તક મળે છે.
E-Shram Yojana: ઈ-શ્રમ યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે આ યોજના શરૂ કરી છે. કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય ઉપરાંત 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. નવેમ્બર 2022 સુધીમાં દેશના લગભગ 28.42 કરોડ લોકોએ ઈ-શ્રમ કાર્ડ મેળવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ ભારતીય નાગરિક કે જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે તે આ યોજનામાં નોંધણી કરાવી શકે છે.
યોજનાનો લાભ લેવા માટે, ઈ-શ્રમ પોર્ટલની વેબસાઈટ eshram.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અસંગઠિત ક્ષેત્રના કામદારો દુકાનદારો/સેલ્સમેન/હેલ્પર, ઓટો ડ્રાઈવર, ડ્રાઈવર, પંચર બનાવનારા, ગોવાળો, ડેરી મેન, બધા પશુપાલકો, પેપર હોકર્સ, ઝોમેટો, સ્વિગી, એમેઝોન, ફ્લિપકાર્ટ ડિલિવરી બોય, ઈંટ ભઠ્ઠા પર કામ કરતા મજૂરો વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ઈ-લેબર કાર્ડ બનાવી શકે છે.
ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે. આનો અર્થ એ છે કે જો મજૂર અકસ્માતનો શિકાર બને છે, તો મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં તેમને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. આંશિક વિકલાંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
આ યોજનાઓનો લાભ પણ મળે છે
પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજનાઓનો લાભ મળવા પાત્ર છે.