આમ આદમીને લાગી શકે છે ઝટકો! પેટ્રોલ-ડીઝલ પર લીટરે છ રૂપિયા વધી શકે છે એક્સાઇઝ ડ્યૂટી

News18 Gujarati
Updated: October 26, 2020, 5:24 PM IST
આમ આદમીને લાગી શકે છે ઝટકો! પેટ્રોલ-ડીઝલ પર લીટરે છ રૂપિયા વધી શકે છે એક્સાઇઝ ડ્યૂટી
પ્રતિકાત્મક તસવીર

Petrol-Diesel Excise duty may hike soon: કેન્દ્ર સરકાર ફરી એક વખત પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારે શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ક્યારથી આ વધારો થશે તેના પર વિચારણા ચાલી રહી છે.

  • Share this:
નવી દિલ્હી: આમ આદમીને બહુ ઝડપથી મોટો ઝટકો લાગી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર (Government of India) ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી (Petrol Diesel Excise Duty) વધારવાની તૈયારી કરી રહી છે. સરકાર 3-6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારી શકે છે. આ પહેલા મે મહિનામાં સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મે 2014માં પેટ્રોલ પર કુલ ટેક્સ 9.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3.56 રૂપિયા પ્રતિ લીટર હતો. ત્યારથી અત્યાર સુધી પેટ્રોલ પર ટેક્સ વધીને 32.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ટેક્સ 31.83 રૂપિયા પ્રતિ લીટર થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સતત ટેક્સ વધારવાને કારણે ક્રૂડ ઓઇલ સસ્તુ હોવા છતાં તેનો લાભ ગ્રાહકોને મળતો નથી. ઉલટાનું ગ્રાહકોએ બંનેની વધારે કિંમત ચૂકવવી પડી રહી છે.

જાણો પેટ્રોલ અને ડીઝલ પર લાગતા કમિશન વિશે:

એક્સ ફેક્ટરી કિંમત: 25.32 રૂપિયા પ્રતિ લીટર

ભાડું તેમજ અન્ય ખર્ચ: 0.36 રૂપિયા
એક્સાઇડ ડ્યૂટી: 32.98 રૂપિયા
ડીલર કમિશન: 3.69 રૂપિયાVAT (ડીલરના કમિશન સાથે): 18.71 રૂપિયા

આ પણ વાંચો: સુરતમાં ઉલટી ગંગા : પત્નીના અફૅરનો ભાંડો ફૂટતા પતિને ઘરમાંથી કાઢી મૂક્યો

હવે શું થશે: ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોનાને કારણે અર્થતંત્રને થયેલા નુકસાનની ચૂકવણી કરવા માટે સરકાર ત્રીજા રાહત પેકેજની તૈયારી કરી રહી છે. આથી સરકારને વધારે ફંડની જરૂર છે. આથી સરકાર એક્સાઇઝ ડ્યૂટી વધારવા માંગે છે. વર્તમાન પત્રના જણાવ્યા પ્રમાણે લીટર લીઠ ત્રણથી છ રૂપિયા સુધી એક્સાઇઝ ડ્યૂટી વધી શકે છે. જોકે, સરકાર ઇચ્છી રહી છે કે ડ્યૂટી વધર્યાં બાદ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘું થવું જોઈએ નહીં. આથી નવી યોજના પર કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ક્રુડ ઓઇલનો ભાવ ઘટવાને કારણે પેટ્રોલ-ડીઝલ સસ્તું થવું જોઈતું હતું પરંતુ હવે તે નહીં થાય.

આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલનો ભાવ 45 ડૉલર પ્રતિ બેરલથી ઘટની 40 ડૉલર થઈ ગયો છે. આથી સરકાર આનો ફાયદો ઉઠાવવા માંગે છે.

આ પણ જુઓ-

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં દર એક રૂપિયાનો વધારો કરવામાં આવે તો કેન્દ્ર સરકારને વર્ષે 13,000થી 14,000 કરોડ રૂપિયાનો ફાયદો થાય છે. હકીકતમાં ભારત પોતાના જરૂરિયાતનું 82 ટકા ક્રૂડ બહારથી ખરીદે છે. આથી ક્રૂડની કિંમત ઘટવાથી દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) પણ ઘટી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: October 26, 2020, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading