Home /News /business /નવા ફાઇનાન્સિયલ યરમાં દીકરીઓને સરકારની ભેટ, આ યોજનામાં મળશે જોરદાર વ્યાજ

નવા ફાઇનાન્સિયલ યરમાં દીકરીઓને સરકારની ભેટ, આ યોજનામાં મળશે જોરદાર વ્યાજ

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, તમને અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ સારું વ્યાજ મળે છે.

SSY: સરકારે દીકરીઓના ભવિષ્યને સુંદરસક્ષમ બનાવતી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દર નવા નાણાકીય વર્ષથી એટલે કે 1લી એપ્રિલથી લાગુ થશે. અહીં જાણો યોજના સંબંધિત વિગતો.

SSY: નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે, પરંતુ તે પહેલા સરકારે દીકરીઓને મોટી ભેટ આપી છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો છે. આ યોજનાઓમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પણ સામેલ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યાર સુધી વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 8 ટકા કરવામાં આવ્યું છે. નવા વ્યાજ દર 1 એપ્રિલથી લાગુ થશે. અહીં જાણો સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાના લાભો


- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર ઘણા લાભો પ્રાપ્ત છે. તો ચાલો જાણીએ આ યોજના કઈ રીતે તમને મદદરૂપ બનશે.

- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, તમને અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ સારું વ્યાજ મળે છે. 1 એપ્રિલ 2023 થી આ યોજના પર 8% ના દરે વ્યાજ આપવામાં આવશે.

આ પણ વાંચો: Pan Card: આ ટ્રીકથી જાણી શકાશે તમારુ પાન કાર્ડ ફેક તો નથી ને?

- તમે આ સ્કીમમાં ગમે તેટલી રકમનું રોકાણ કરો છો, તમને ખાતરીપૂર્વકનું વળતર મળે છે. માર્કેટ વોલેટિલિટી જેવું કોઈ જોખમ નથી.

- સુકન્યા સમૃદ્ધિમાં રોકાણ કરેલી રકમને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. એટલે કે મુદ્દલ સિવાય તમને વ્યાજ પર પણ વ્યાજ મળે છે. તેથી આ યોજના દ્વારા નોંધપાત્ર નફો મેળવી શકાય છે.

- તમે આ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યું હોય કે બેંકમાં, તમે તેને સરળતાથી દેશના અન્ય ભાગોમાં ટ્રાન્સફર કરાવી શકો છો.

- તમે તમારી ક્ષમતા મુજબ આમાં રોકાણ કરી શકો છો. લઘુત્તમ રોકાણ વાર્ષિક રૂ. 250 અને મહત્તમ રૂ.1.5 લાખ છે.

- તમને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. કલમ 80C હેઠળ એક વર્ષમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે.

આ પણ વાંચો: IPL 2023: અરિજીત સિંઘ અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં લાખોની ભીડ વચ્ચે ધોનીને પગે લાગ્યો

યોજના વિશે અન્ય માહિતી


સુકન્યા સમૃદ્ધિ યોજના 21 વર્ષે પાકે છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે તમારે તેમાં માત્ર 15 વર્ષ માટે જ રોકાણ કરવું પડશે. જો તમે તમારી પુત્રીના નામે વર્ષ 2023માં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો, તો વર્ષ 2044માં તમને પાકતી મુદતની રકમ મળશે.



સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે મહત્તમ બે દીકરીઓનું ખાતું ખોલાવી શકો છો. પરંતુ તમને ત્રીજી કે ચોથી દીકરી માટે આ યોજનાનો લાભ નહીં મળે. જો કે, જો તમારી બીજી છોકરી વખતે એકસાથે બે કે ત્રણ દીકરીઓ જન્મે છે તો તેના માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલી શકાય છે.
First published:

Tags: Business news, Saving Scheme, Sukanya samriddhi yojana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો