Home /News /business /Investment tips: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

Investment tips: પરિવારમાં સભ્યોની સંખ્યા વધે ત્યારે આ રીતે વધારો વીમા કવચ અને મૂડી રોકાણનો વ્યાપ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Investment tips: લગ્ન પહેલાથી નિવૃત્તિ માટેની બચતના કિસ્સામાં તમારા જીવનસાથી માટે પણ પૈસા ભેગા થાય તે જરૂરી છે. બાળકના જન્મ સાથે જ તેની ઉચ્ચ શિક્ષા માટે બચત કરવાનું શરૂ કરવું જોઈએ. બચતની શરૂઆત જેટલી વહેલી થશે, માસિક બચતની જરૂર એટલી જ ઓછી પડશે.

વધુ જુઓ ...
    મુંબઈ: આવક વધવાની સાથે જીવનશૈલીમાં પણ પરિવર્તન આવે છે. સુખ સુવિધાઓ વધે છે. પોતાની જાત પર પૈસા ખર્ચવામાં કંઈ ખોટું નથી. પરંતુ મૂડી રોકાણ (Investment) અને વીમા (Insurance)માં વધારો ન કરો તે ખોટું છે. આવક સાથે બચતનો રેશિયો પણ જાળવવો જોઈએ.

    જીવનમાં આવતા ફેરફારની સમીક્ષા

    લગ્ન અને બાળકોના જન્મના કારણે તમારા પર નિર્ભર સભ્યોની સંખ્યા વધે છે. જેથી મૂડી રોકાણ, જીવન અને આરોગ્ય વીમા (Health Insurance)ની સમીક્ષા કરવી જોઈએ. આરોગ્ય વીમાને રીન્યુ કરવાની સાથે પરિવારના નવા સભ્યોને જોડવા અને વીમાની રકમ પણ વધારવી જોઈએ. એક વ્યક્તિ કે દંપતી માટેનું આરોગ્ય વીમા કવચ બે કે તેથી વધુ લોકોના પરિવાર માટે પૂરતું નથી. વીમામાં સભ્યને જોડતી વખતે ફેમિલી ફ્લોટર હેલ્થ ઇન્શ્યોરન્સ કવરનો વિકલ્પ પસંદ કરવા તરફ ધ્યાન આપવું જોઈએ.

    સાથે જ વીમા કવચ બાબતે બદલાતી પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવું જોઈએ. તમારી ગેરહાજરીમાં તમારા બાળકોના શિક્ષણ પાછળનો ખર્ચ પણ આવરી લેવામાં આવે તેની ખાતરી કરવી જોઈએ. આ માટે તમારે બાળકના શિક્ષણ પાછળના વર્તમાન મૂલ્ય મુજબ જીવન વીમા કવચને વધારવું જોઈએ.

    આ પણ વાંચો: શું છે e-RUPI, કેવી રીતે કરશે કામ? જાણો તમને મૂંઝવતા તમામ સવાલના જવાબ

    લગ્ન પહેલાથી નિવૃત્તિ માટેની બચતના કિસ્સામાં તમારા જીવનસાથી માટે પણ પૈસા ભેગા થાય તે જરૂરી છે. બાળકના જન્મ સાથે જ તેની ઉચ્ચ શિક્ષા માટે બચત કરવાનું શરૂ કરવું જોઈએ. બચતની શરૂઆત જેટલી વહેલી થશે, માસિક બચતની જરૂર એટલી જ ઓછી પડશે.

    વધારાની જવાબદારી

    હોમ લોન અથવા પર્સનલ લોન લો, ત્યારે તમારા માસિક નિશ્ચિત ખર્ચ આપોઆપ EMIની મર્યાદામાં જાય છે. તેથી તમારે 3-6 મહિનાની EMI જેટલી રકમ સાથે ધીરે ધીરે ફંડને ટોપ-અપ કરવું જોઈએ.

    ઘણા લોકો હાલના ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ કવરને હોમ લોન સામે હેજના રૂપમાં જુએ છે. જો તમારી પાસે ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ હોય તો પણ તમારે હોમ લોનની મર્યાદા સુધી તમારું કવર વધારવું જોઈએ. જેથી તમારા અકાળે અવસાનની સ્થિતિમાં હોમ લોન તરત જ ચૂકવી શકાય. જીવન વીમામાંથી પ્રાપ્ત થયેલ રકમનો ઉપયોગ તમારા પરિવારના વર્તમાન ખર્ચ અને ભવિષ્યના નાણાંકીય લક્ષ્ય માટે કરી શકાય છે. આ માટે જ તમારે જેટલી હોમ લોનની લીધી હોય તેટલો વધારો ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ કવરમાં કરવો જોઇએ.

    આ પણ વાંચો: Credit Line: પર્સનલ લોન કે ઓવરડ્રાફ્ટથી કઈ રીતે અલગ છે ક્રેડિટ લાઇન? જાણો વિગત

    સામાન્ય રીતે મોંઘવારી, જીવનશૈલીમાં ફેરફાર અને બાળકોના શિક્ષણ પાછળના ખર્ચના કારણે માસિક ખર્ચમાં વધારો થાય છે. આ વધારાને ધ્યાનમાં રાખીને ફંડ વધારવું જોઈએ. જો SIP થકી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા હોવ તો દર વર્ષે અમુક ટકા રકમ ઓટોમેટીક વધે તેવી ગોઠવણ કરવી. જે તમારી વધતી આવક અને જાવક સાથે આપોઆપ વધશે.

    આ પણ વાંચો: નસિબ અજમાવવા માટે થઈ જાઓ તૈયાર! ચોથી ઓગસ્ટે ખુલશે પિઝા હટ, KFCની ઓપરેટર કંપનીનો IPO

    ઘણા લોકો મોટા શહેરોમાં રહેતા હોવા છતાં 2થી 3 લાખનો ફેમિલી હેલ્થ ઈન્શ્યોરન્સ લે છે. કવર પાછળનો ખર્ચ ઘટે તે માટે તેઓ રીન્યુ કરાવતી વખતે અલગ અલગ કંપનીઓ સાથે સરખામણી કરે છે. પરંતુ હાલનો ફેમિલી હેલ્થ ઈન્શ્યોરન્સ જ પૂરતો નથી, આ વાતને તેઓ નજરઅંદાજ કરે છે. જેથી હેલ્થ ઇન્શ્યોરન્સની સમીક્ષા કરતી વખતે તે ગંભીર બીમારીઓમાં હોસ્પિટલમાં દાખલ થયા હોય ત્યારે ખર્ચને પહોંચી વળવા સક્ષમ છે કે નહીં તે જાણવું જોઈએ. તમે મૂળ પોલિસી કવર વધારી અથવા રીન્યુ કરતી વખતે સુપર ટોપ અપ કવર ખરીદી હેલ્થ ઈન્શ્યોરન્સ વધારી શકો છો. ઉલ્લેખનીય છે કે, વધતી આવક સાથે ખર્ચ પણ ન વધે તે માટે તમારા રોકાણ અને વીમાને વધારવો ખૂબ જરૂરી છે. (RONAK MORJARIA, Moneycontrol)
    First published:

    Tags: Child, Health insurance, Insurance, Investment, Investment tips, Marriage