Home /News /business /

રિફંડ ક્લેઈમ કરતા ઈન્કમટેક્સ વિભાગ તરફથી નોટીસ મળી છે? નોટીસથી બચવા માટે કરો આ કામ

રિફંડ ક્લેઈમ કરતા ઈન્કમટેક્સ વિભાગ તરફથી નોટીસ મળી છે? નોટીસથી બચવા માટે કરો આ કામ

TDS રિફન્ડ ફાઈલ કરવા જતા જો તમારા પર આવક વેરા વિભાગની નોટીસ આવી હોય તો બચવા આટલું કરો.

ઈન્કમટેક્સ વિભાગ તરફથી રિટર્ન્સની સ્ક્રૂટની કરવામાં આવી રહી છે અને જે ટેક્સપેયર્સનું TDS કટ કરવામાં આવ્યું છે, તેમને રિફંડ આપવામાં આવી રહ્યું છે. અનેક ટેક્સપેયર્સને રિફંડ મળી ગયું હશે. અનેક ટેક્સપેયર્સને રિફંડની જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી નોટીસ આપવામાં આવી છે.

વધુ જુઓ ...
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. ઈન્કમટેક્સ વિભાગ તરફથી રિટર્ન્સની સ્ક્રૂટની કરવામાં આવી રહી છે અને જે ટેક્સપેયર્સનું TDS કટ કરવામાં આવ્યું છે, તેમને રિફંડ આપવામાં આવી રહ્યું છે. અનેક ટેક્સપેયર્સને રિફંડ મળી ગયું હશે. અનેક ટેક્સપેયર્સને રિફંડની જગ્યાએ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી નોટીસ આપવામાં આવી છે. આવક અને ટેક્સની ખોટી ગણતરી કરવામાં આવી હોય ત્યારે આ પ્રકારની ભૂલ થાય છે.

AIની મદદથી વિભાગ સ્ક્રૂટની કરી રહ્યું છે

ઈન્કમટેક્સ વિભાગ આ વર્ષે આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ પર આધારિત એક સોફ્ટવેરની મદદથી રિટર્ન્સની સ્ક્રૂટની કરી રહ્યું છે. જેના આધાર પર ટેક્સપેયરને નોટીસ આપવામાં આવી રહી છે. ઈન્કમટેક્સની અલગ અલગ ધારાઓ હેઠળ એકસાથે અનેક ક્લેમ કરવામાં આવે તો નોટીસ મળી શકે છે. આ પરિસ્થિતિમાં કરદાતાએ ITR વેરિફાઈ અને રિવાઈઝ કરવાનું રહે છે.

Akasa Air હવાઈ યાત્રા કરવા માગો છો? ઝુનઝુનવાલા મોત પછી આ એરલાઈનને લઈને આવ્યા મોટા સમાચાર

ઈન્કમટેક્સ વિભાગની નોટીસ શા માટે મળે છે?

ઈન્કમટેક્સ એક્ટના સેક્શન 80G હેઠળ અલગ અલગ ખર્ચાઓ પર ટેક્સની છૂટછાટનો લાભ મળી શકે છે. આ સેક્શન હેઠળ છૂટછાટ ક્લેમ કરનાર કારોબારી અથવા ટેક્સપેયરને વધુ નોટીસ મળી રહી છે. દાનના રૂપિયા, ચેરિટેબલ ફંડ, રિલીફ ફંડ આ સીમા હેઠળ આવે છે.

પગારધારક હોય કે વેપારી ક્લાસ, ટેક્સ અને આવકની ખોટી ગણતરી કરવામાં આવી હોય તો પણ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી નોટીસ આપવામાં આવી શકે છે. જો કોઈ પણ પ્રકારની ગરબડ સામે આવો તો 200 ટકા સુધીનો દંડ ભરવાનો રહે છે.

Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે

નોટીસ મળે તો શું કરવું

જો તમને પણ ઈન્કમટેક્સ વિભાગ તરફથી નોટીસ આપવામાં આવી હોય તો સૌથી પહેલા જે ડોક્યુમેન્ટ રોકાણમાં ઉપયોગ કરવામાં આવ્યા છે, તેને એકત્ર કરી લો. આ ડોક્યુમેન્ટ્સના આધાર પર નોટીસ મળ્યાના 15 દિવસમાં ITR ફાઈલિંગને રિવાઈઝ કરો.

જો તમે પગારધારક છો, તો ફોર્મ 16માં જે કપાતનો લાભ મળ્યો છે, તેની સાથે તેને સરખાવી લો. તમારા ITRમાં દર્શાવેલ તમામ ડિડક્શનને ફોર્મ 26AS સાથે સરખાવો. TDSની રકમ ફોર્મ 16 અને 26ASમાં એક જેવી જ હોવી જોઈએ. જો આ બે રકમમાં કોઈ તફાવત જોવા મળે તો તમારી કંપની પાસે તેમાં સુધારો કરાવી લો.
Published by:Mitesh Purohit
First published:

Tags: Income tax department, Income Tax Return, ITR, TDS

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन