Home /News /business /Work from home કરી રહેલા આ કર્મચારીઓ માટે માઠા સમાચાર, કપાઈ શકે છે 25 ટકા સુધી પગાર!

Work from home કરી રહેલા આ કર્મચારીઓ માટે માઠા સમાચાર, કપાઈ શકે છે 25 ટકા સુધી પગાર!

તસવીર: Shutterstock

Google Salary cut : દુનિયાની મોટી મોટી કંનપીઓ અત્યારે વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે ત્યારે આ કંપનીએ 2021માં પણ પોતાના કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય કરવાના અહેવાલોના પગલે ખળભળળાટ

નવી દિલ્હી : કોરોનાવાયરસે (Corona virus) દુનિયા બદલી નાખી છે. લોકો હજુ પણ મોટી સંખ્યામાં ઓફિસમાં (Office) એકઠા થઈ શકતા નથી. હજુ પણ રસ્તા પર પહેલાં જેવી ભીડ નથી કે રસ્તા પર પણ ઓફિસમાં પહેલાં જેવો ઘસારો નથી. આ સ્થિતિમાં અનેક કંપનીઓ (Companies) પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમમાં (Work From Home) મૂકી દીધા છે. વિશ્વની દિગ્ગજ કંપની ગુગલ (Google) પણ ઘણા સમયથી વર્ક ફ્રોમ હોમ અનુસરી રહી છે. ગત વર્ષએ તો વિશ્વની તમામ કંપનીઓએ પગારમાં (Salary Cut) કાપ મૂક્યો હતો પરંતુ, ગુગલના આ કર્મચારીઓ માટે હવે ફરીથી એકવાર પગાર કટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.

વૈશ્વિક સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ મુજબ જે કોઈ પણ કર્મચારી પરમનેન્ટ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમના પગારમાં 10 ટકા કાપનો પ્લાન મૂકવામાં આવ્યો છે. અમેરિકા સ્થિત સિલિકોન વેલીમાં ઘરથી અને ઓફિસમાં કામ કરી રહેલા લોકો અંગે અલગ અલગ પ્રયોગ કરવામાં આવ્યો છે. અગાઉ ફેસબૂક અને ટ્વીટર આ પ્રકારે કાપ મૂકી ચુક્યા છે.

લોકેશનના આધારે પગાર થાય છે નક્કી

ગુગલના પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યું કે ગુગલના પેકેજ હંમેશા લોકેશનના આધારે નક્કી થાય છે. દરેક શહેરના હિસાબથી કર્મચારીઓનાં પગાર નક્કી કરવામાં આવે છે. જે લોકો મોંઘા શહેરમાં રહેતા હોય તેમનો પગાર થોડો વધારે હોય છે જ્યારે સસ્તા શહેરમાં રહેતા લોકોનો પગાર થોડો ઓછો હોય છે. ગુગલના આ નિર્ણય બાદ અનેક કંપનીઓએ નવી ભરતી લોકેશનના આધારે કરવાની શરૂ કરી દીધી છે.

સમાચાર સંસ્થા રૉયટર્સના અહેવાલ મુજબ જે કર્માચારીઓ ન્યૂયોર્કથી એક કલાક દૂર ટ્રેનના અંતરના રહે છે તેમને ન્યૂયોર્કમાં રહેતા કર્મચારીઓથી 15 ટકા ઓછો પગાર મળશે.

આ ઉપરાંત ગુગલના કર્મચારીઓ કોઈ ઓછા ખર્ચાળ શહેરમાં રહેવાની શરૂઆત કરશે તો તેમનો પગાર 25 ટકા સુધી કપાઈ શકે છે જ્યારે સિએટલ, બોસ્ટન અને સાન ફ્રાન્સિસ્કો જેવો શહેરમાં રહેતા કર્મચારીના પગારમાં 5થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે.

આગામી સમયમાં જે કોઈ પણ નિર્યણ આવે તે તો જાહેર થશે જ પરંતુ એક વાત ચોક્કસ છે કે વર્ક ફ્રોમના ધારાધોરણોએ કર્મચારીઓના જીવન બદલી નાખ્યા છે. કંપની પોતાના કર્મચારી પાસેથી ઇચ્છે એ સમયે કામ લઈ શકે છે એની સામે કર્મચારી પણ પોતાના પારિવારિક જીવન સાથે સાથે વર્ક ફ્રોમ હોમથી સારું પર્ફોમન્સ આપી શકે છે. કોરોનાકાળમાં એક નવી કાર્ય સંસ્કૃિતનો ઉદય થયો છે જેને વિશ્વના દિગ્ગજો નોકરીનુ ભવિષ્ય પણ ગણાવી રહ્યા છે.
First published:

Tags: Business, Google Emplyees, Gujarati news, Money, Salary, Salary cut, Work from home, ગૂગલ