મુકેશ અંબાણીની મોટી જાહેરાત : Jio Platformsમાં ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

વધુમાં હાલમાં જ યોજવામાં આવેલી રિલાયન્સની AGM મીટિંગમાં રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી કહ્યું હતું કે જીયોમાર્ટ હવે ભારતભરમાં રોજના 2.5 લાખ ડેલી ઓર્ડર લઇ રહી છે. અને દરરોજ આ સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે. વળી આવનારા સમયમાં તેમણે ભૌગોલિક રીતે પણ તેમની ડિલિવરી કેપેસિટીનો વ્યાપ વધારવાની વાત કરી છે.

મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે સર્ચ એન્જિન ગૂગલ તરફથી Jio Platformsમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

 • Share this:
  મુંબઈ : મુંબઈ ખાતે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી શેરહોલ્ડર્સને વીડિયો કૉન્ફરન્સથી સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન મુકેશ અંબાણી તરફથી જિયો પ્લેટફોર્મ્સના સતત 14માં રોકાણ નવા પાર્ટનરની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે સર્ચ એન્જિન ગૂગલ Jio Platformsમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૂગલ Jio Platformsમાં આ રોકાણ સાથે 7.7 ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જ Jio Platforms તરફથી અત્યાર સુધી વિવિધ પાર્ટનર્સ પાસેથી 1,52, 056 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

  રિલાયન્સની પ્રથમ વર્ચ્યુઅલ વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ કહ્યુ કે જિયો પ્લેટફોર્મ્સ પોતાના નવા સ્ટ્રેટેજિક પાર્ટનરનું સ્વાગત કરે છે. તેમણે કહ્યુ કે લૉકડાઉન હોવા છતાં થોડા મહિનામાં જિયો પ્લેટફોર્મ્સમાં સ્ટેક સેલ દ્વારા 1,52,056 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

  Jio Platformsમાં રોકાણ કરનારમાં દુનિયાના કેટલાક પ્રમુખ ટેક ઈન્વેસ્ટર્સ (Tech Investors In Jio) સામેલ છે. સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી એરબિયાની પીઆઈએ અને ઈન્ટેલ સામેલ છે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Vinod Zankhaliya
  First published: