નવી દિલ્હી: ગૂગલ અને આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ પોતાની કેટલીક ટેકનિકલ આદતો પર પ્રકાશ પાડ્યો છે. તેમણે બાળકો માટે સ્ક્રીન ટાઈમ કેટલો હોવો જોઈએ? પાસવર્ડ ક્યારે બદલવો જોઇએ અને પોતે કેટલા મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે? જેવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તાજેતરમાં સુંદર પિચાઈએ BBCને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આ બાબતે વિગતો પૂરી પાડી હતી.
તેઓ પોતાના બાળકોને કેટલા સમય સુધી સ્ક્રીન પર રહેવાની મંજૂરી આપે છે? તેના જવાબમાં સુંદર પિચાઇએ કહ્યું હતું કે, તેઓ પોતાના બાળકોને તેઓ પોતે જ સરહદો નક્કી કરે તેવી સ્વતંત્રતા અને પ્રોત્સાહન આપે છે. "હું આ બાબતને વ્યક્તિગત જવાબદારીની જેમ જોઉં છું, જેના પર વ્યક્તિનું નિર્માણ થવું જોઈએ."
જ્યારે તેમને બાળકો પર ટેક સાઈડ ઇફેક્ટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, ઇતિહાસ પર નજર નાંખતા ખબર પડે કે આપણને ટેકનોલોજી અંગે ખૂબ ડરાવવામાં આવ્યા છે.
જ્યારે તેમને તેઓ પાસવર્ડ કેટલી વખત બદલે છે તેવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેઓ પોતાનો પાસવર્ડ વારંવાર બદલતા નથી. તેમણે પાસવર્ડ માટે two-factor authenticationનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જેનાથી અનેક પ્રકારની સુરક્ષા મળે છે.
તેઓ કેટલા ફોનનો ઉપયોગ કરે છે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ 20થી વધુ ફોનનો ઉપયોગ અલગ અલગ કામ માટે કરે છે. "હું સતત ફોન બદલું છું અને નવા ફોન ટ્રાઈ કરું છું. જેનું હું સતત ટેસ્ટિંગ કરતો હોવ છું."
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે તેમણે કહ્યું હતું કે, આ ટેકનોલોજી માનવ દ્વારા બનાવેલી સૌથી મહત્વની અને ક્રાંતિકારી ટેકનોલોજી છે. તેની સરખામણી વીજળી કે ઈન્ટરનેટ જેવી શોધ સાથે કરી શકાય. ક્યારેક તે તેના કરતાં પણ મહત્વની હોવાનું લાગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર