Google ભારતમાં કરશે 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ, દેશની ડિજિટલ ઇકોનોમીમાં આવશે તેજી

News18 Gujarati
Updated: July 13, 2020, 3:26 PM IST
Google ભારતમાં કરશે 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ, દેશની ડિજિટલ ઇકોનોમીમાં આવશે તેજી
ગૂગલના સીઇઓ સુંદર પિચઇએ કહ્યું કે, આ ફન્ડથી ભારતની ડિજિટલ ઇકોનોમીને વેગ મળશે

ગૂગલના સીઇઓ સુંદર પિચઇએ કહ્યું કે, આ ફન્ડથી ભારતની ડિજિટલ ઇકોનોમીને વેગ મળશે

  • Share this:
નવી દિલ્હીઃ ગૂગલ (Google)એ ભારતની ડિજિટલ ઇકોનોમી (Digital Economy)ને ગતિ આપવામાં મદદ કરવા માટે 75,000 કરોડ રૂપિયા (10 અબજ ડૉલર)ના ફન્ડની જાહેરાત કરી છે. ગૂગલના સીઇઓ સુંદર પિચઇ (Sundar Pichai)એ દેશમાં આયોજિત થઈ રહેલા છઠ્ઠા ગૂગલ ફોર ઈન્ડિયાના કાર્યક્રમમાં ભારતમાં 75,000 કરોડ રૂપિયા રોકાણ કરવાની વાત કહી. તેઓએ કહ્યું કે, ડિજિટલ ઇકોનોમીને ગતિ આપવા માટે આગામી 5થી 7 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઇકોસિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ્સમાં આ રોકાણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મિશ્રણ હશે.

સુંદર પિચઈએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગની સાથે અમે ભાગીદારી કરી છે અને સસ્તા દરે મોબાઇલ ફોન પૂરા પાડવાની દિશામાં કામ કર્યું છે. Google My Business 26 મિલિયન ડિજિટાઇઝ્ડ થયું છે. 3 મિલિયન ગૂગલ પેને યૂઝ કરે છે.

આ પણ વાંચો, TRAIનો મોટો નિર્ણય, બ્લૉક થયા Airtel અને Vodafone-Ideaના આ પ્લાન્સ

GST અને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની અગત્યની ભૂમિકા

ગૂગલના સીઇઓ પિચઇએ જણાવ્યું કે, GST અને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં Googleની અગત્યની ભૂમિકા રહી છે. હેલ્થ અને એગ્રીકલ્ચર માટે આર્ટિફિશિયલ ઘણું અગત્યનું છે. કુદરત આફતો જેમ કે પૂરની સ્થિતિમાં ગૂગલે ઘણા કારગર પગલાં ભર્યા છે. સાથોસાથ ભારતીય ભાષાઓનું ડિજિટાઇઝેશન કરવાનું કામ કર્યું છે. ભારતની એપ ઇકોનોમીને ઘણી ઝડપથી વધારી રહી છે. અમે એપના ડાઉનલોડ ઉપરાંત અપલોડમાં આગળ વધીશું. ગૂગલ ભારતના ડિજિટલ વિલેજને લઈ ઝડપથી કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો, રિલાયન્સે ઈતિહાસ રચ્યો, 12 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપ પાર કરનારી દેશની પહેલી કંપની

ડિજિટલ એજ્યુકેશન માટે 1 મિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ : Google તરફથી ભારતમાં 1 મિલિયન અમેરિકન ડૉલરનું રોકાણ ડિજિટલ શિક્ષણ અને શિક્ષકોને તૈયાર કરવાનું કામ કરવામાં આવશે. ડિજિટલ ઈન્ડીયામાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને લૉકડાઉન દરમિયાન ડિજિટલ શિક્ષણમાં ઘણો વધારો જોવા મળ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: July 13, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading