Home /News /business /UPI Payment: Google એ UPI થી પેમેન્ટ કરવાનું સરળ બનાવ્યું, જાણો કેવી રીતે કામ કરશે
UPI Payment: Google એ UPI થી પેમેન્ટ કરવાનું સરળ બનાવ્યું, જાણો કેવી રીતે કામ કરશે
UPI Payment: ગૂગલે પ્લે સ્ટોર માટે ઓટોપેની સુવિધા પણ શરૂ કરી છે. કંપનીએ મંગળવારે આ અંગે માહિતી આપી છે. થોડા વર્ષો પહેલા, NPCI એ UPI 2.0 હેઠળ UPI AutoPayની સુવિધા શરૂ કરી હતી.
UPI Payment: ગૂગલે પ્લે સ્ટોર માટે ઓટોપેની સુવિધા પણ શરૂ કરી છે. કંપનીએ મંગળવારે આ અંગે માહિતી આપી છે. થોડા વર્ષો પહેલા, NPCI એ UPI 2.0 હેઠળ UPI AutoPayની સુવિધા શરૂ કરી હતી.
Google UPI Payment: જો તમે Google UPI દ્વારા કોઈપણ સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરો છો, તો તમે તેના માટે આપમેળે ચૂકવણી કરી શકશો. આનો અર્થ એ છે કે હવે તમારા નિયમિત સબસ્ક્રિપ્શનની આપોઆપ ચુકવણી થઇ જશે. આ માટે, દરેક વખતે તમારે સબસ્ક્રિપ્શન માટે જાતે પૈસા ચૂકવવા પડશે નહીં. આ સુવિધા માત્ર ગૂગલ પ્લે સ્ટોર માટે જ હશે.
Hindi CNBCTV 18 ના અહેવાલ અનુસાર હકીકતમાં, 2020 માં જ, ભારતીય રિઝર્વ બેંકે રિકરિંગ પેમેન્ટ્સ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકામાં, સબસ્ક્રિપ્શન આધારિત ચુકવણી મોડલમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે UPI ઓટોપે એક ખાસ વિકલ્પ તરીકે ઉભરી શકે છે.
UPI ચુકવણી કેવી રીતે કામ કરે છે
NPCIએ UPI 2.0 હેઠળ UPI ઑટોપે શરૂ કર્યું. આ અંતર્ગત યુઝર્સ કોઈપણ UPI એપ્લિકેશન દ્વારા રિકરિંગ પેમેન્ટ કરી શકે છે. આ વપરાશકર્તાઓ માટે સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરવાનું સરળ બનાવે છે. કોઈપણ વસ્તુ માટે સબસ્ક્રિપ્શન પ્લાન પસંદ કર્યા પછી, વપરાશકર્તાઓએ કાર્ટમાં પસંદગીની ચુકવણી પદ્ધતિ પર ટેપ કરવાનું હોય છે. અહીં યુઝર્સે "Pay with UPI" પર ટેપ કરવાનું રહેશે.
ભારત, વિયેતનામ, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ગૂગલ પ્લે રિટેલ એન્ડ પેમેન્ટ એક્ટિવેશનના વડા સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે ચૂકવણી કરવાની વધુ સારી રીતો શોધીએ છીએ. હવે પ્લેટફોર્મ પર UPI ઑટોપેની શરૂઆત સાથે, અમે સબસ્ક્રિપ્શન આધારિત ખરીદીઓમાં UPI દ્વારા ચૂકવણી કરવાની સુવિધા પણ ઉમેરી રહ્યા છીએ."
UPI ઑટોપે શું છે
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2020માં UPI AutoPay લોન્ચ કરી હતી. આ ફીચર હેઠળ યુઝર્સ યુપીઆઈ એપ્લિકેશન દ્વારા ઈ મેન્ડેટ આપી શકે છે. જેમાં મોબાઇલ બિલ, વીજળી બિલ, EMI, OTT સબ્સ્ક્રિપ્શન વગેરે જેવી ચુકવણીઓ માટે કરી શકાય છે. આ સાથે, વપરાશકર્તાઓ કોઈપણ દંડ અથવા લેટ ફી વિના સરળતાથી સબસ્ક્રિપ્શન ચૂકવી શકે છે. આમાં, વપરાશકર્તાઓ માસિક, ત્રિમાસિક જેવા નિયમિત ધોરણે ચુકવણી વિકલ્પ પણ પસંદ કરી શકે છે અને રૂ. 1 થી રૂ. 5,000 સુધી ચૂકવણી કરી શકશે. તે જરૂરિયાત મુજબ બદલી પણ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર