Googleની મોટી જાહેરાત, ઘરેથી કામ કરતા કર્મચારીઓને આપશે 75,000 રૂપિયા એકસ્ટ્રા

News18 Gujarati
Updated: May 27, 2020, 9:49 PM IST
Googleની મોટી જાહેરાત, ઘરેથી કામ કરતા કર્મચારીઓને આપશે 75,000 રૂપિયા એકસ્ટ્રા
Googleની મોટી જાહેરાત, ઘરેથી કામ કરતા કર્મચારીઓને આપશે 75,000 રૂપિયા એકસ્ટ્રા

કંપની તરફથી એલાઉન્સ તરીકે 1000 ડોલર અથવા તેની બરાબર તેમના દેશની કરન્સી આપવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીના કારણે આજે પૂરી દુનિયામાં લગભગ મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવાની પ્રક્રિયા માર્ચથી શરૂ થઈ છે, જ્યારેથી ગ્લોબલ લોકડાઉનની શરૂઆત થઈ હતી. ગૂગલે કહ્યું કે, તે જૂલાઈથી પોતાના કર્મચારીઓને ઓફિસ બોલાવવાનું શરૂ કરશે. મંગળવારે કંપની તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 6 જૂલાઈએ કંપની અલગ-અલગ શહેરોમાં 10 ટકા કર્મચારીઓ સાથે ઓફિસ ખોલવાની પ્રક્રિયા શરૂ કરશે. જો બધુ સારૂ રહ્યું તો, સપ્ટેમ્બર સુધી 30 ટકા કર્મચારીઓને ઓફિસ બોલાવવામાં આવશે.

75 હજારની આસ-પાસ દરેક કર્મચારીને મળશે

ગૂગલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જે કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા છે, તેમને કંપની તરફથી એલાઉન્સ તરીકે 1000 ડોલર અથવા તેની બરાબર તેમના દેશની કરન્સી આપવામાં આવશે.

મતલબ જે લોકો ભારતમાં કામ કરી રહ્યા છે, તેમને 75 હજારની આસ-પાસ મલશે. કંપનીએ કહ્યું કે, ઘરેથી કામ કરવા માટે તેમને ફર્નિચર, ઈક્વિપમેન્ટ્સની જરૂરત પડી હશે. આ પૂરા વર્ષમાં મોટાભાગના કર્મચારીઓને ઘરેથી કામ કરવું પડશે. એવામાં જરૂરિયાતની વસ્તુઓ માટે આ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે.

આ વર્ષે મોટાભાગના કર્મચારી ઘરેથી કામ કરશે

કંપનીના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે, આ વર્ષે ખૂબ ઓછા કર્મચારીઓને ઓફિસ બોલાવવામાં આવી શકે છે. કંપનીના મોટાભાગના કર્મચારી ઘરેથી જ કામ કરશે. જે લોકો માટે ઓફિસ આવવાનું જરૂરી થશે, તે પણ રોટેશનના આધારે ઓફિસ આવશે. હાલમાં સોશિયલ ડિસ્ટન્સ સૌથી મહત્વનું છે.
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading