Home /News /business /Google કર્મચારીઓ હવે નહિ કરાવી શકે તેલ માલિશ, જાણો કેમ છીનવાઈ આ સુવિધા
Google કર્મચારીઓ હવે નહિ કરાવી શકે તેલ માલિશ, જાણો કેમ છીનવાઈ આ સુવિધા
અમેરિકાની ચાર સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં છટણીની કુલ સંખ્યા 51,000 પર પહોંચી ગઈ છે.
Google Layoffs: ગૂગલના 25 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને ઈ-મેલમાં કહ્યું કે તેઓ કંપનીના આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લે છે.
Google Layoffs: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે હાલમાં 12,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીની આ જાહેરાતને કારણે હજારો કર્મચારીઓ બેરોજગાર બન્યા છે, ત્યારે જે લોકોની નોકરીઓચાલુ છે તેમની પાસેથી અનેક સુવિધાઓ છીનવાઈ ગઈ છે. અત્યાર સુધી જે કર્મચારીઓ ગૂગલ ફ્રીમાં બોડી મસાજનો આનંદ માણી રહ્યા છે તેમને હવે આ સુવિધા નહીં મળે. આવું એટલા માટે થયું છે કારણ કે કંપનીએ જે કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી છે તેમાં 27 મસાજ થેરાપિસ્ટ પણ સામેલ છે.
આ 27 ઇન-હાઉસ મસાજ થેરાપિસ્ટમાંથી, 24 ગૂગલની માઉન્ટેન વ્યૂ ઓફિસમાં અને 3 લોસ એન્જલસ અને ઇર્વિનના સધર્ન કેલિફોર્નિયા માર્કેટમાં કાર્યરત હતા. ગૂગલના 25 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી છટણી છે. સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને ઈ-મેલમાં કહ્યું કે તેઓ કંપનીના આ નિર્ણયની સંપૂર્ણ જવાબદારી લે છે. છટણીની જાહેરાત કર્યા બાદ પિચાઈએ કહ્યું કે કંપની કાઢી મૂકેલા કર્મચારીઓને સંપૂર્ણ મદદ કરશે.
અમેરિકાની ચાર સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાં છટણીની કુલ સંખ્યા 51,000 પર પહોંચી ગઈ છે. આ કંપનીઓએ મંદીના ભય વચ્ચે છટણી કરી છે. ગયા વર્ષે નવેમ્બરથી લગભગ બે લાખ આઈટી કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
જાન્યુઆરીમાં દરરોજ 3,000 કર્મચારીઓની નોકરી ગઈ
Layoffs.fyi વેબસાઈટના અહેવાલ મુજબ, વૈશ્વિક સ્તરે, કંપનીઓએ વર્ષ 2022 માં જેટલા કર્મચારીઓને કાઢ્યા હતા તેના 1/3 કર્મચારીઓને જાન્યુઆરી 2023 માં છૂટા કર્યા છે. એમેઝોને તેના 28 વર્ષના ઈતિહાસમાં જાન્યુઆરી 2023માં કર્મચારીઓની સૌથી મોટી છટણી કરી છે. એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ 18,000 થી વધુ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવાની જાહેરાત કરી.
એ જ રીતે, માઈક્રોસોફ્ટ એ પણ જાન્યુઆરી 2023 માં તેના 10,000 કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. આ વિશ્વભરમાં કામ કરતા તેના કુલ કર્મચારીઓના લગભગ પાંચ ટકા છે. સ્થાનિક સોશિયલ મીડિયા કંપની શેરચેટે તેના 20 ટકા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે 500થી વધુ કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર