Home /News /business /Google vs CCI: સુપ્રીમ કોર્ટમાંથી પણ ગૂગલને નથી મળી તાત્કાલિક રાહત, આગળ શું થશે? જાણો
Google vs CCI: સુપ્રીમ કોર્ટમાંથી પણ ગૂગલને નથી મળી તાત્કાલિક રાહત, આગળ શું થશે? જાણો
કંપનીને NCLAT તરફથી પણ કોઈ રાહત મળી હતી નહિ.
Google vs CCI: ગૂગલે NCLATના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કંપની પર CCIના રૂ.1,337.76 કરોડના દંડ પર સ્ટે આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
Google vs CCI: સુપ્રસિદ્ધ અમેરિકન ટેક કંપની ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે તે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ 18 જાન્યુઆરીએ Google ની અરજી પર સુનાવણી કરશે. જેમાં NCLATએ કોમ્પિટિશન કંપની ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા રૂ.1,337.76 કરોડને રૂપિયાના દંડ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉ, ટેક કંપનીએ CCIના આદેશ વિરુદ્ધ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)નો દરવાજો ખટખટાવ્યો હતો. કંપનીને NCLAT તરફથી પણ કોઈ રાહત મળી હતી નહિ.
ગૂગલ ઈન્ડિયા ભારતમાં એ જ સિસ્ટમને અનુસરે છે જે યુરોપમાં કરે છે?
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ગુગલના વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીને બુધવારે સ્પષ્ટતા કરવા માટે કયું કે, "શું ગૂગલ ભારતમાં તે જ સિસ્ટમને અનુસરે છે જે યુરોપમાં કરે છે?" વધુમાં બેન્ચે કયું કે, “કૃપા કરીને તેના વિશે વિચારો અને ફરી આવો. અમે બુધવારે આ મામલે સુનાવણી કરીશું."
સિંઘવીએ અગાઉ કેસ સંબંધિત તાત્કાલિક સુનાવણીની માંગનો ઉલ્લેખ કર્યો હતો. વરિષ્ઠ વકીલે કહ્યું કે CCI દ્વારા અસાધારણ નિર્દેશો પસાર કરવામાં આવ્યા છે અને 19 જાન્યુઆરી સુધીમાં આદેશનું પાલન કરવામાં આવશે.
CCIએ ગયા વર્ષે ઑક્ટોબરમાં ગૂગલને કહ્યું હતું કે સ્માર્ટફોન યુઝર્સને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એપ્સને અનઇન્સ્ટોલ (રિમૂવ) કરવાની મંજૂરી આપે અને તેમને તેમની પસંદગીનું સર્ચ એન્જિન પસંદ કરવા દે. આ આદેશ 19 જાન્યુઆરીથી લાગુ કરવાનો રહેશે.