ગૂગલના CEO સુંદર પિચાઇએ આ રીતે કર્યું મોદીને વેલકમ

Haresh Suthar | News18
Updated: September 24, 2015, 3:47 PM IST
ગૂગલના CEO સુંદર પિચાઇએ આ રીતે કર્યું મોદીને વેલકમ
ગૂગલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) સુંદર પિચાઇએ કહ્યું કે, ભારત લાંબા સમયથી આઇટી કંપનીઓને પ્રતિભાઓ આપી રહ્યું છે. પરંતુ હાલમાં પરિવર્તનના સમયથી પસાર થઇ રહ્યો છે. જેનાથી દેશની 1.2 અરબ વસ્તીને ઘણા ફાયદા થશે.

ગૂગલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) સુંદર પિચાઇએ કહ્યું કે, ભારત લાંબા સમયથી આઇટી કંપનીઓને પ્રતિભાઓ આપી રહ્યું છે. પરંતુ હાલમાં પરિવર્તનના સમયથી પસાર થઇ રહ્યો છે. જેનાથી દેશની 1.2 અરબ વસ્તીને ઘણા ફાયદા થશે.

  • News18
  • Last Updated: September 24, 2015, 3:47 PM IST
  • Share this:
નવી દિલ્હી # ગૂગલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) સુંદર પિચાઇએ કહ્યું કે, ભારત લાંબા સમયથી આઇટી કંપનીઓને પ્રતિભાઓ આપી રહ્યું છે. પરંતુ હાલમાં પરિવર્તનના સમયથી પસાર થઇ રહ્યો છે. જેનાથી દેશની 1.2 અરબ વસ્તીને ઘણા ફાયદા થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સિલિકોન વેલીમાં સ્વાગત કરતાં ભારતીય મૂળના સીઇઓએ કહ્યું કે ગૂગલના તમામ કર્મચારીઓ અને ભારતીય સમુદાયમાં એમના પ્રવાસને લઇને ભારે ઉત્સાહ છે.

યૂટ્યૂબ વીડિયોમાં તેમણે કહ્યું કે, ભારત અને સિલિકોન વેલી વચ્ચે મજબૂત સંબંધ છે. ભારત લાંબા સમયથી ટેકનોલોજી કંપનીઓ માટે પ્રતિભાઓ પુરી પાડે છે. આઇઆઇટી અને અન્ય સંસ્થાઓમાંથી અભ્યાસ કરનારા ભારતીયોઓ દ્વારા વિશ્વમાં ક્રાંતિ લાવવામાં મદદ કરી છે. પરંતુ હવે દેશ ક્રાંતિકારી સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઘણા લોકો પ્રથમ વખત ઓનલાઇન થશે. ખાસ કરીને એ ગ્રામ્ય વિસ્તારના છે અને હિન્દી અને સ્થાનિક ભાષા બોલે છે. જેનાથી દેશમાં સૌને ફાયદો થશે.

પિચઇએ કહ્યું કે, આનાથી યુવતીઓને નવા કૌશલ્ય શીખવા અને સફળ કારકિર્દી તેમજ તમામ પ્રકારે મદદ મળશે. તેમણે કહ્યું કે, અમે અહીં જોસના સૈપ સેન્ટર અને જ્યારે આપ ગૂગલમાં આવશો ત્યારે આપની પ્રતિક્રિયા સાંભળવાની રાહ જોઇ રહ્યા છીએ. અમને આશા છે કે આપના પ્રવાસથી સિલિકોન વેલીમાં લોકો ઉત્સાહિત થશે. દેશભરના ભારતીયો ઉત્સાહિત થશે અને અમારી ભાગીદારીને નવો જોશ અને મજબૂતી મળશે.

મોદી પોતાના પ્રવાસ દરમિયાન ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે અને 27મી સપ્ટેમ્બરે કેલિફોર્નિયામાં કંપનીની હેડ ઓફિસમાં સંબોધન કરશે. તેઓ એપલના સીઇઓ ટિમ કુક અને ઇલેકટ્રિક કાર નિર્માતા ટેસ્લાના મુખ્ય કાર્યકારી એલોન મસ્ક સાથે પણ મુલાકાત કરશે.
First published: September 24, 2015, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading