મુંબઈ: ઘણી વખત સામાન્ય માણસ કોઇ સામાન્ય ભૂલ કરે છે તો તે કોઇ વાત નથી હોતી, પરંતુ જો ગૂગલના સીઇઓ સુંદર પીચાઇ (Sundar Pichai) જેવી જાણીતી હસ્તી કોમન ભૂલ કરે તો તે વાત સામાન્ય હોવા છતાં પણ ખાસ બની જાય છે, ખરુંને? તમારી સાથે ઘણી વખત એવું બન્યું હશે કે તમે કોઇ સાથે વીડિયો કૉલ કરી રહ્યા હોવ અને તેને ભૂલથી અનમ્યૂટ કરતા ભૂલી ગયા હશો. આવો જ એક કિસ્સો ગૂગલના સીઇઓ સુંદર પીચાઈ (Google CEO Sundar Pichai) સાથે પણ બન્યો હતો.
વાતચીત દરમિયાન મ્યૂટ જ રહી ગયો વીડિયો
ગૂગલની પેરેન્ટ આલ્ફાબેટ (Alphabet)ના CEO સુંદર પીચાઈ (CEO Sundar Pichai)એ એક ફ્રોગ એનિમેટેડ કેરેક્ટર કેર્મિટ ધ ફ્રોગ (Kermit the Frog)ની સાથે વાતચીતનો પોતાનો બે મિનિટનો વીડિયો શેર કર્યો છે. પરંતુ વાતચીત દરમિયાન સુંદર વીડિયો કૉલ અનમ્યૂટ કરવાનું ભૂલી ગયા હતા અને આ વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરી દીધો હતો. વીડિયો ચેટ દરમિયાન સુંદર પિચાઈ એનિમેટેડ કેરેક્ટર કેર્મિટ ધ ફ્રોગ સાથે કૉલ પર હતા. વીડિયો શેર કરી સુંદર પીચાઈએ કેપ્શનમાં લખ્યું કે, અનમ્યૂટ કરવાનું હંમેશા યાદ રાખો.
'સોરી, કર્મિટ ધ ફ્રોગ'
કર્મિટ ધ ફ્રોગની સાથે વીડિયો કૉલમાં સામેલ થાય છે, ત્યારે કર્મિટ ધ ફ્રોગ સુંદર પિચાઇનું નામ લઇને તેનું વેલકમ કરે છે. જવાબમાં સુંદર પિચાઈ કંઈ બોલતા નજરે પડે છે. કર્મિટ ધ ફ્રોગ કહે છે કે સુંદર તમે મ્યૂટ પર છે. તે સાંભળીને સુંદર પિચાઇને સમજાય છે કે તેઓ અનમ્યૂટ કરવાનું ભૂલી ગયા છે. તેઓ પોતાને અનમ્યૂટ કરે છે અને કહે છે, સોરી કર્મિટ ધ ફ્રોગ. હું મ્યૂટ હતો. સુંદર પિચાઇ કહે છે કે આ પહેલા તેઓ ઘણી વખત આવું કરી ચૂક્યા છે.
વાતચીતમાં બંને એકબીજાના ફેન હોવાની વાત પણ કરે છે. કર્મિટ ધ ફ્રોગ કહે છે કે તેમણે સુંદર પાસેથી ઘણું શીખ્યું છે, ખાસ કરીને ગૂગલ સર્ચિંગ દરમિયાન. 2.19 મિનિટના આ વીડિયોમાં બંનેએ ઘણા મુદ્દાઓ પર વાત કરી.
સુંદર કર્મિટ ધ ફ્રોગને યુ-ટ્યૂબ (Youtube) વિશે પૂછે છે. સુંદર પિચાઇ કહે છે કે યુ-ટ્યૂબ પર તેમના બાળકો પિઝા બનાવવાનું શીખી રહ્યા છે. ફૂટબોલ અને ક્રિકેટ જુએ છે. તેના પર કર્મિટ ધ ફ્રોગ કહે છે, આઇ લવ ક્રિકેટ. સુંદર જવાબ આપને છે કે તેઓ બીજા પ્રકારના ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છે.
બંનેએ ક્લાઇમેટ ચેન્જ પર પણ વાત કરી હતી. કર્મિટ ધ ફ્રોગ તે માટે સુંદરનો આભાર વ્યક્ત કરે છે કે ગૂગલ અર્થના ક્લાઇમેટ ચેન્જમાં તેને સામેલ કરવામાં આવ્યો છે. પરંતુ સાથે જ સવાલ કરે છે કે તેમાં તેઓ શું કરી શકે છે. સુંદર તેના જવાબમાં જણાવે છે કે, હરિયાળી લાવવી તેટલું સરળ કામ નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર