Penalty to Google: ગયા વર્ષે એટલે કે 20 ઑક્ટોબર 2021ના રોજ, CCI એ Android મોબાઇલ ઉપકરણોના સંબંધમાં Google પર 1,337.76 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. CCIએ ગૂગલ પર 1338 કરોડનો દંડ લગાવ્યો છે. આ કેસમાં ગૂગલે દંડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે ગૂગલે દંડની 10% રકમ જમા કરાવવી પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલો NCLATને સુનાવણી માટે મોકલી આપ્યો છે.
તેની અરજીમાં ગૂગલે દંડ પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો. ગૂગલે કહ્યું હતું કે એન્ડ્રોઈડથી ભારતીય યુઝર્સ, ડેવલપર્સ અને ડિવાઈસ ઉત્પાદકોને ઘણો ફાયદો થયો છે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સશક્ત બનાવ્યું છે.
સુપ્રસિદ્ધ અમેરિકન ટેક કંપની ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે તે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ 18 જાન્યુઆરીએ Google ની અરજી પર સુનાવણી કરશે. જેમાં NCLATએ કોમ્પિટિશન કંપની ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા રૂ.1,337.76 કરોડને રૂપિયાના દંડ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.
અગાઉ, ટેક કંપનીએ CCIના આદેશ વિરુદ્ધ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)નો દરવાજો ખટખટાવ્યો હતો. કંપનીને NCLAT તરફથી પણ કોઈ રાહત મળી હતી નહિ.
ગૂગલ ઈન્ડિયા ભારતમાં એ જ સિસ્ટમને અનુસરે છે જે યુરોપમાં કરે છે?
મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ગુગલના વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીને બુધવારે સ્પષ્ટતા કરવા માટે કયું કે, “શું ગૂગલ ભારતમાં તે જ સિસ્ટમને અનુસરે છે જે યુરોપમાં કરે છે?” વધુમાં બેન્ચે કયું કે, “કૃપા કરીને તેના વિશે વિચારો અને ફરી આવો. અમે બુધવારે આ મામલે સુનાવણી કરીશું.”
સિંઘવીએ અગાઉ કેસ સંબંધિત તાત્કાલિક સુનાવણીની માંગનો ઉલ્લેખ કર્યો હતો. વરિષ્ઠ વકીલે કહ્યું કે CCI દ્વારા અસાધારણ નિર્દેશો પસાર કરવામાં આવ્યા છે અને 19 જાન્યુઆરી સુધીમાં આદેશનું પાલન કરવામાં આવશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર