Apple અને સેમસંગને ટક્કર આપવાની તૈયારીમાં છે Google,આવો છે પ્લાન

ગૂગલની માલિકીની કંપની આલ્ફાબેટ ઇન્ક હાથમાં પહેરી શકાય એવું ફિટનેશ ડિવાઇસ બનાનારી કંપની ફિટબિટ ઇંકને 2.1 અરબ ડૉલરમાં ખરીદવાની તૈયારીમાં છે.

News18 Gujarati
Updated: November 1, 2019, 9:37 PM IST
Apple અને સેમસંગને ટક્કર આપવાની તૈયારીમાં છે  Google,આવો છે પ્લાન
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: November 1, 2019, 9:37 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ગૂગલની (Google)માલિકીની કંપની અલ્ફાબેટ ઇંક (Alphabet Inc.) હાથમાં પહેરી શકાય એવું ફિટનેશ ડિવાઇસ બનાનારી કંપની ફિટબિટ ઇંકને (Fitbit Inc.) 2.1 અરબ ડૉલરમાં ખરીદવાની તૈયારીમાં છે. આ સાથે જ સર્ચ એન્જીન માટે દુનિયાભરમાં મશહૂર આ કંપની ફિટનેસ ટ્રેકર માર્કેટમાં (Fitness Tracker Market)પણ પોતાનો પગ મુકવા જઇ રહી છે. ફિટનેસ ટ્રેકર અને સ્માર્ટવૉચ આ માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે.

19 ટકા પ્રીમિયમ દર ઉપર થશે ડીલઃ શુક્રવારે ફિટબિકે આપેલી જાણકારી પ્રમાણે આલ્ફાબેટ ઇન્કની જેમ આ ડીલ માટે 7.35 ડૉલર પ્રતિ શેરનું પેમેટ કેશમાં કરવામાં આવશે. જે દર ગુરુવારે બંધ થયેલા શેર બજારમાં ફિટબિકના પ્રતિ શેરના ભાવથી 19 ટકા પ્રીમિયમ દર ઉપર છે.

ફિટબિકના શેરોમાં 40 ટકા તેજીઃ- ઉલ્લેનીય છે કે ન્યૂઝ એજન્સી રૉયટર્સે ગત સોમવારે પોતાના એક રિપોર્ટમાં એક ડીલ વિશે જાણકારી આપી હતી. આ રિપોર્ટ બાદ ફિટબિકના શેરોમાં 40 ટકા સુધી તેજી નોંધાઇ હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવી છે કે, ગૂગલે ફિટબિટને આ ડીલ માટે ઑફર રજૂ કરી હતી.

એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ટક્કર આપવાની તૈયારીઃ આ ડીલની સાથે ગૂગલ એ પસંદગીની કંપનીઓના લિસ્ટમાં સામેલ થઇ જશે જે ફિટનેસ ટ્રેકર માર્કેટમાં સારો બિઝનેસ કરી રહી છે. જેમાં એપલ ઇન્ક અને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ જેવી દિગ્ગજ કંપનીઓ પહેલાથી જ સામેલ છે.

આ કંપનીઓની મદદથી ડીલ થશેઃ ગૂગલ અને ફિટબિટ વચ્ચે આ ડીલ માટે કેટલિસ્ટ પાર્ટનર્સ એલએલપીએ નાણાંકિય સહાયકાર તરીકે મધ્યસ્થતા કરી છે. આ ડીલમાં ફેનવિક એન્ડ વેસ્ટ એલએલપી કાયદાકીય સલાહકાર તરીકે ભૂમિકા નિભાવી છે.
First published: November 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...