Home /News /business /

ભારતીય મૂળના સુંદર પિચાઇ બન્યા Googleના નવા CEO

ભારતીય મૂળના સુંદર પિચાઇ બન્યા Googleના નવા CEO

ઓબામા સરકાર સહિત આજે વિશ્વમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. ભારતીયોમાં રહેલી કાબેલિયતની નોંધ લેતાં ગૂગલે પણ એક મોટો ફેરફાર કર્યો છે. ગૂગલે ભારતીય મૂળના 43 વર્ષિય સુંદર પિચાઇને CEO બનાવવાની જાહેરાત કરી છે.

ઓબામા સરકાર સહિત આજે વિશ્વમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. ભારતીયોમાં રહેલી કાબેલિયતની નોંધ લેતાં ગૂગલે પણ એક મોટો ફેરફાર કર્યો છે. ગૂગલે ભારતીય મૂળના 43 વર્ષિય સુંદર પિચાઇને CEO બનાવવાની જાહેરાત કરી છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ઓબામા સરકાર સહિત આજે વિશ્વમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. ભારતીયોમાં રહેલી કાબેલિયતની નોંધ લેતાં ગૂગલે પણ એક મોટો ફેરફાર કર્યો છે. ગૂગલે ભારતીય મૂળના 43 વર્ષિય સુંદર પિચાઇને CEO બનાવવાની જાહેરાત કરી છે.

ગૂગલ પ્રોડક્ટ ચીફ રહેલા સુંદરે આઇઆઇટી ખડગપુરથી એંજિનિયરની ડિગ્રી લીધી હતી. ચેન્નાઇમાં જન્મેલા સુંદર છેલ્લા 11 વર્ષોથી ગૂગલ સાથે જોડાયેલા છે. આ સાથે ગૂગલે પોતાની એક નવી પેરેન્ટ કંપની બનાવવાની પણ જાહેરાત કરી છે. ગૂગલે આ કંપનીનું નામ આલ્ફાબેટ રાખ્યું છે. હવે ગૂગલનું કોર્પોરેટ માળખું બદલાશે અને ઇન્ટરનેટની દિગ્ગજ કંપની આલ્ફાબેટની સહાયક કંપની તરીકે કામ કરશે.

ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજના બ્લોગ પોસ્ટ મુજબ ગૂગલ હવે સ્લિમ્ડ ડાઉન કંપની બની છે અને અલ્ફાબેટનો હિસ્સો હશે. તેમણે કહ્યું કે, સુંદર ગૂગલને વધુ સુંદર અને જવાબદારીપૂર્ણ બનાવશે. જોકે અલ્ફાબેટની જવાબદારી પેજ સીઇઓ અને ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઇ બ્રિન પ્રેસિડેન્ટના રૂપમાં સંભાળશે.

સુંદર પિચાઇ આઇઆઇટી ખડપુરમાં અભ્યાસ બાદ સ્ટૈનફોર્ડ અને વ્હાર્ટન યુનિવર્સિટી ચાલ્યા ગયા હતા. સુંદર પિચાઇ ટેક જગતમાં એક મોટું નામ છે. તે છેલ્લા 11 વર્ષથી ગૂગલ સાથે કામ કરી રહ્યા છે. ચેન્નાઇમાં જન્મેલા સુંદર ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એન્ડ્રોઇડ, ક્રોમ અને એપ્સ ડિવિઝન સંભાળી ચુક્યા છે.
First published:

Tags: ગૂગલ, સુંદર પિચાઇ

આગામી સમાચાર